ટ્રેન્ડિંગવર્લ્ડ

પરમાણુ બોમ્બની ખોખલી ધમકી બાદ હોશમાં આવ્યું પાકિસ્તાન : શાઝિયા મારીએ 24 કલાકમાં પાછું ખેચ્યું નિવેદન

Text To Speech

ગઈકાલે પાકિસ્તાન ફેડરલ મિનિસ્ટર શાઝિયા મરીએ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ આ નિવેદન પર પાકિસ્તાનના ફેડરલ મિનિસ્ટર શાઝિયા મરી 24 કલાક પણ ટકી શક્યા નથી અને હવે તેમણે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. આ દરમિયાન શાઝિયા મારીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના વિવાદાસ્પદ નિવેદનનો પણ બચાવ કર્યો અને ઉલટાનું ભારત પર આરોપ લગાવ્યો હતો. તેણે ફરી એક નિવેદન જારી કર્યું છે અને શાઝિયા મારી દ્વારા ભારતને આપવામાં આવેલા પરમાણુ બોમ્બની નિંદા પર પોતાનો બચાવ કર્યો છે.

આ પણ વાંચો : તસવીરોમાં જુઓ, જે ‘તવાંગ’ને ચીન હડપવા માંગે છે, તે કેટલું સુંદર છે !

શાઝિયા મારીએ સ્પષ્ટતા કરી હતી

પાકિસ્તાનના ફેડરલ મિનિસ્ટર શાઝિયા મારીએ ટ્વીટ કરીને કહ્યું કે પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ દેશ છે. ભારતીય મીડિયામાં કેટલાક તત્વો ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારતના મંત્રીના ઉશ્કેરણીજનક નિવેદનનો જવાબ આપ્યો. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતાં વધુ બલિદાન આપ્યા છે. મોદી સરકાર ઉગ્રવાદ અને ફાસીવાદને પ્રોત્સાહન આપી રહી છે.

ગઈકાલે જ આપી હતી પરમાણુ યુદ્ધની ધમકી

પાકિસ્તાનના ફેડરલ મિનિસ્ટર શાઝિયા મારીએ બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી અને તેમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતુ. શાઝિયાએ ભારતને ધમકી આપતા કહ્યું કે જો મોદી સરકાર લડશે તો તેને જવાબ મળશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને ચૂપ રહેવા માટે પરમાણુ દેશનો દરજ્જો આપવામાં આવ્યો નથી. પાકિસ્તાન પણ જાણે છે કે કેવી રીતે જવાબ આપવો. તેમણે કહ્યું, ‘જો તમે પાકિસ્તાન પર વારંવાર આરોપ લગાવતા રહેશો તો પાકિસ્તાન ચૂપચાપ સાંભળી નહીં શકે.’

Back to top button