પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં બ્લાસ્ટ, 17ના મોત, 90થી વધુ ઘાયલ
પાકિસ્તાનમાં એક મસ્જિદમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં સોમવારે (30 જાન્યુઆરી) બપોરે એક મસ્જિદમાં વિસ્ફોટની જાણ થઈ હતી. આ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટને કારણે ભારે નુકસાનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર બોમ્બ બ્લાસ્ટને કારણે મસ્જિદની છત પડી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે નમાજ દરમિયાન પોતાની જાતને ઉડાવી દીધી હતી.
Blast reported in Peshawar's police lines area. More details to follow: Pakistan's Geo English
— ANI (@ANI) January 30, 2023
મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ
મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં બે પોલીસકર્મીઓના પણ મોત થયા છે. જ્યારે 90થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. હાલ પાકિસ્તાન સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં વિસ્ફોટ થયો હતો તે જગ્યાની નજીક સેના યુનિટની ઓફિસ પણ છે.
Pakistan | At least 50 people were injured when a “suicide attacker” blew himself up in a mosque located in Peshawar's Police Lines area during prayers: Geo News
— ANI (@ANI) January 30, 2023
આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેશાવરની મસ્જિદમાં વિસ્ફોટનો અવાજ 2 કિમી દૂર સુધી સંભળાયો હતો. પેશાવર પોલીસ લાઈન્સમાં હાજર લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ આકાશમાં ધૂળ અને ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આત્મઘાતી બોમ્બર મસ્જિદમાં નમાજ દરમિયાન આગળની હરોળમાં હાજર હતો અને પછી તેણે પોતાની જાતને ઉડાવી દીધી. તમને જણાવી દઈએ કે અગાઉ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ પાકિસ્તાનમાં મોટો હુમલો થયો હતો. દેશની રાજધાની ઈસ્લામાબાદમાં ફિદાયીન હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. આ સિવાય અનેક લોકો ઘાયલ થયા છે.