ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

ડ્રોન દ્વારા ત્રાસવાદીની હેરફેર?

Text To Speech
  • પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠને કરેલા આ ના-પાક પ્રયોગને ભારતીય સલામતી દળોએ પકડી પાડ્યો

ડ્રોન દ્વારા નાની-મોટી વસ્તુઓની હેરફેરથી માંડીને તેના સૈન્ય ઉપયોગ વિશે તો દુનિયા જાણે છે, પરંતુ પંજાબથી જે સમાચાર આવ્યા છે તે રમૂજની સાથે સાથે ચિંતા ઉપજાવે એવા છે.

મળતા અહેવાલ મુજબ, પાકિસ્તાનસ્થિત આતંકી સંગઠન લશ્કરે તઇબાએ તાજેતરમાં ડ્રોન મારફત એક આતંકવાદીને પંજાબના સરહદી વિસ્તારમાં ઉતાર્યો હતો. આ અહેવાલમાં ગુપ્તચર સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડ્રોન મારફત આતંકીને પંજાબના સરહદી વિસ્તારમાં ઉતારવાની ઘટનાનો વીડિયો પણ ઉપલબ્ધ છે.

આ અત્યંત ચિંતાજનક ઘટનાક્રમ અંગે ગુપ્તચર તંત્ર માને છે કે, અત્યાર સુધી જે પાકિસ્તાની આતંકી સંગઠનો શસ્ત્રો, નશીલા પદાર્થો વગેરે દાણચોરીથી ભારતમાં ઘૂસાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ હવે આતંકીઓને પણ ડ્રોન મારફત ભારતમાં મોકલવાનો પ્રયાસ કરી શકે છે.

ડ્રોનના અમુક મોડેલ 70 કિલો સુધીનાં શસ્ત્રો અથવા નશીલા પદાર્થો ઉપાડીને અન્યત્ર પહોંચાડવા સક્ષમ હોય છે એ હકીકતને ધ્યાનમાં રાખીને આતંકી સંગઠનોએ એટલું અથવા તેના કરતાં ઓછું વજન ધરાવતા આતંકીઓની હેરફેરના પ્રયોગ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

પંજાબમાં સરહદ ઉપર તહેનાત બીએસએફ જવાનોએ જોકે ડ્રોન મારફત આવેલા આ આતંકીને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી પાકિસ્તાનમાં કયા પ્રદેશમાં, કયા આતંકવાદી સંગઠન દ્વારા આવો પ્રયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી કઢાવી હતી. પકડાયેલા આતંકીએ સલામતી દળોને જણાવ્યું હતું કે, તેને મોકલનાર સંગઠને તેને પંજાબમાં તેમના હેન્ડલરોનાં નામ-સરનામાં આપ્યા હતા જ્યાંથી મારે શસ્ત્રો મેળવીને આતંકી હુમલા કરવાના હતા.

આ પણ વાંચો – https://humdekhenge.in/bsf-radar-equipped-drones-deployed-along-pakistan-border-will-help-bsf-detect-intelligence-tunnels/

Back to top button