પોતાને પૈંગબર કહેવું આ વ્યક્તિને ભારે પડ્યું, મળી મોતની સજા
HD ન્યુઝ ડેસ્કઃ પાકિસ્તાનના ગુલબાગીના રહેવાસી ઈરફાનને ઈશનિંદા કાયદા હેઠળ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ઈરફાન પર એવો આરોપ હતો કે તેણે 6 વર્ષ પહેલા મસ્જિદમાં લગાવેલા લાઉડસ્પીકર દ્વારા પોતાને પ્રોફેટ મોહમ્મદ કહ્યા હતા. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે આરોપીને સજા સંભળાવી છે. ઈરફાનને ફાંસીની સજા આપવા ઉપરાંત પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે 4 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે ઈરફાને 6 વર્ષ પહેલા પોતાને પયગંબર મોહમ્મદ ગણાવ્યો હતો ત્યારે મસ્જિદમાં હાજર તબલીગી જમાતના લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
ઈરફાનને ફાંસીની સજાઃ એક માહિતી અનુસાર, ઈરફાનનો કેસ સૌથી પહેલા મર્દાન શહેરની કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ આ કેસની સુનાવણી આતંકવાદ વિરોધી કોર્ટમાં લાગુ નિયમો હેઠળ કરવામાં આવી હતી. જ્યાં ઈરફાનને ફાંસીની સજા સિવાય અલગ અલગ કલમોમાં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ પહેલા 30 મેના રોજ પાકિસ્તાનના બહાવલપુરની એક કોર્ટમાં 22 વર્ષીય નુમાન નામના ક્રિશ્ચિયનને દેશના ઈશનિંદા કાયદા હેઠળ સજા સંભળાવવામાં આવી છે.