ટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાન એરલાઈન્સનો છબરડોઃ છ વર્ષના બાળકનો મૃતદેહ ભૂલી જઈને 600 કિ.મી. દૂર પહોંચી ગઈ ફ્લાઈટ!

  • હાલ-એ-પાકિસ્તાન, PIAના ફ્લાઈટ સ્ટાફની ઘોર બેદરકારીનો મામલો 

ઇસ્લામાબાદ, 11 મે: પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ના ફ્લાઈટ સ્ટાફ દ્વારા ઘોર બેદરકારીનો મામલો બહાર આવ્યો છે. રિપોર્ટ અનુસાર, એરપોર્ટ સ્ટાફ 6 વર્ષના છોકરાના મૃતદેહને ફ્લાઇટમાં રાખવાનું ભૂલી ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે, બાળકના નાખુશ માતા-પિતા આ હકીકતથી સંપૂર્ણપણે અજાણ હતા. તેઓ પ્લેનમાં બેસીને તેમની યાત્રા કરવા નીકળી ગયા. ડોનના અહેવાલમાં જણાવ્યા મુજબ, PIAની આ ફ્લાઈટ ઈસ્લામાબાદથી સ્કર્દુ(Skardu) જઈ રહી હતી. જ્યારે તેઓને મૃત બાળકની લાશ પાછળ છોડી દેવામાં આવી હોવાની માહિતી મળી ત્યારે માતા-પિતા વધુ આઘાત લાગ્યો. તેમના પુત્રનો મૃતદેહ ઈસ્લામાબાદ એરપોર્ટ પર છોડી દેવામાં આવ્યો હોવાની જાણ થતાં તેઓ બેહોશ થઈ ગયા. માતા-પિતાએ તેમના વહાલા પુત્રના મૃતદેહને દફનાવવા માટે મૂળ ગામ કાતશી લઈ જવાનું નક્કી કર્યું. આ માટે તેમણે શુક્રવારે ઈસ્લામાબાદથી PIAની ફ્લાઈટ પકડવાનું યોગ્ય માન્યું.

રિપોર્ટ અનુસાર, ખારમાંગ( Kharmang) જિલ્લાના કાતશી(Katshi) ગામનો બાળક મુજતબા ગંભીર બીમારીથી પીડિત હતો. તેની સારવાર માટે તેને તેના શહેરની બહાર લઈ જવાની જરૂરપડી  હતી. શરૂઆતમાં તેની સારવાર સ્કર્દુમાં જ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને રાવલપિંડી રિફર કરવામાં આવ્યો હતો. અહીં તેઓ કેટલાંક અઠવાડિયાં સુધી બેનઝીર ભુટ્ટો હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખમાં રહ્યા. જો કે, એ દુ:ખ રહ્યું કે મુજતબાને બચાવી ન શકાયો. તેણે ગુરુવારે આ બીમારીથી દમ તોડી દીધો હતો. જેનાથી તેના માતા-પિતાને ઊંડો આઘાત લાગ્યો. આખરે માતા-પિતાએ બાળકની અંતિમ યાત્રાની તૈયારી શરૂ કરી, પરંતુ અહીં પણ તેમને ખરાબ અનુભવમાંથી પસાર થવું પડ્યું.

માતા-પિતા મૃતદેહને દફનાવવા પોતાના વતન જઈ રહ્યા હતા 

માતા-પિતાએ તેમના વહાલા પુત્રના મૃતદેહને દફનાવવા માટે મૂળ ગામ કાતશી લઈ જવાનું નક્કી કર્યું. તેમણે શુક્રવારે ઈસ્લામાબાદથી PIAની ફ્લાઈટ પકડવાનું શ્રેષ્ઠ માન્યું. હકીકતમાં, કાળઝાળ ગરમીમાં બાળકના શરીર સાથે 24 કલાકની સફર કરવી અત્યંત મુશ્કેલ રહેશે, તેમ માનીને તેમણે હવાઈ મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. તેઓને આશા હતી કે, તેઓ તેમના વહાલા બાળકને અંતિમ વિદાય આપવા માટે ટૂંક સમયમાં ઘરે પરત ફરી શકશે. જોકે, ઈસ્લામાબાદ એરપોર્ટ પર તેની સાથે એક અણધારી ઘટના બની હતી. સોશિયલ મીડિયા પર પણ આ બાબતની ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો આ બેદરકારીને લઈને કડક સવાલો પૂછી રહ્યા છે.

આ પણ જુઓ: PoKમાં ભારતીય ધ્વજ લહેરાયો! પાકિસ્તાની સેના-પોલીસ વિરુદ્ધ થઈ રહ્યા છે દેખાવો

Back to top button