ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે, તેની જેલોમાં 682 ભારતીય કેદીઓ બંધ છે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે બંધાયેલા કેદીઓની યાદી શેર કરી હતી. બંને દેશો 2008માં થયેલા એક કરાર હેઠળ જેલમાં બંધ નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપ-લે કરે છે. આ જ યાદીની આપ-લે દરમિયાન પાકિસ્તાને તેની જેલોમાં બંધ ભારતીય કેદીઓની સંખ્યાની પુષ્ટિ કરી હતી.
આ યાદી વર્ષમાં બે વાર શેર કરવામાં આવે છે – 1 જાન્યુઆરી અને 1 જુલાઈ. પાકિસ્તાનના વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાને અહીં ભારતીય હાઈ કમિશન સાથે તેની જેલોમાં બંધ 682 ભારતીય કેદીઓની યાદી શેર કરી છે, જેમાં 49 નાગરિકો અને 633 માછીમારો સામેલ છે.
ભારતે પાકિસ્તાનને કેદીઓને મુક્ત કરવા કહ્યું
ભારતે શુક્રવારે પાકિસ્તાનને તેની કસ્ટડીમાં રહેલા 536 ભારતીય માછીમારો અને અન્ય કેદીઓને મુક્ત કરવા કહ્યું કે, જેમણે તેમની સજા પૂરી કરી છે અને તેમની નાગરિકતાની આપી દીધી છે. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, પાકિસ્તાનને તેમના 105 માછીમારો અને 20 અન્ય કેદીઓને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ આપવાનું કહેવામાં આવ્યું છે. જેઓ પાકિસ્તાનની કસ્ટડીમાં છે અને માનવામાં આવે છે કે તેઓ ભારતીય છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે 309 પાકિસ્તાની નાગરિકો અને ત્યાંના 95 માછીમારોની યાદી સોંપી છે. જેઓ ભારતીય કસ્ટડીમાં છે. એ જ રીતે પાકિસ્તાને 49 નાગરિકો અને 633 માછીમારોની યાદી સોંપી જે તેની કસ્ટડીમાં છે અને જેઓ ભારતીય છે અથવા જે ભારતીય હોવાનું માનવામાં આવે છે.
બોટ સહિત તેમને મુક્ત કરવા જણાવ્યું
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘સરકારે પાકિસ્તાનને ભારતીય સંરક્ષણ કર્મચારીઓ, માછીમારોને, તેના નાગરિકો સહિત જેઓ તેની કસ્ટડીમાં છે, તેમને વહેલી તકે મુક્ત કરવા અને તેમને પાછા મોકલવા કહ્યું છે.’ આ ઉપરાંત બોટોને પણ પરત કરવા માટે કહેવામાં આવ્યું છે.
નિવેદન અનુસાર આ સંદર્ભમાં પાકિસ્તાનને 536 ભારતીય માછીમારો અને તેની કસ્ટડીમાં રહેલા અન્ય ત્રણ કેદીઓને છોડવા માટે કહેવામાં આવ્યું છે, જેમણે તેમની સજા પૂરી કરી લીધી છે અને તેમની નાગરિકતાની પુષ્ટિ થઈ ગઈ છે અને આ અંગેની માહિતી આપવાનું પણ કહ્યું છે.
ભારત પ્રાથમિકતાના ધોરણે મુદ્દાનો ઉકેલ લાવવા તૈયાર
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત બંને દેશોના કેદીઓ અને માછીમારોના મુદ્દાઓ સહિત તમામ માનવતાવાદી મુદ્દાઓને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. ભારતે પાકિસ્તાનને માછીમારો સહિત 57 પાકિસ્તાની કેદીઓની નાગરિકતાની સ્થિતિ ચકાસવા માટે જરૂરી પગલાં લેવા પણ કહ્યું છે, જેઓ પાકિસ્તાન દ્વારા નાગરિકતાની ચકાસણી ન કરવાના કારણે પરત ફરવાનું બાકી છે.
આમાં, કોવિડ રોગચાળાને કારણે પાકિસ્તાનને તમામ ભારતીય કેદીઓ અથવા જે ભારતીય કેદીઓ માનવામાં આવે છે, તેમની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો
પાકિસ્તાનની ચૂંટણી પ્રચારમાં ઈમરાન ખાનની પાર્ટીના હોર્ડિંગ્સમાં સિદ્ધુ મૂસેવાલાની તસવીર, ફોટો વાઇરલ
પાકિસ્તાનની 4 એમ્બેસીના ટ્વિટર એકાઉન્ટ ભારતે બેન કર્યા, ફરી શરૂ કરવા પાકિસ્તાને આજીજી કરી