PAK vs SL: શ્રીલંકાએ પાકિસ્તાન સામે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય


PAK vs SL: વર્લ્ડ કપની આઠમી મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે રમાવા જઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો રમશે. પાકિસ્તાનની નજર સતત બીજી જીત પર છે. પાકિસ્તાને છેલ્લી મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. ત્યારે શ્રીલંકાની ટીમ દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ જીતની આશા સાથે મેદાનમાં ઉતશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેમનો સ્ટાર સ્પિનર મહિષ તિક્ષિના આ મેચમાં પાછો ફર્યો છે. તેનાથી શ્રીલંકાની ટીમ મજબૂત બની છે. પાકિસ્તાનની ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. ફખર ઝમાનની જગ્યાએ અબ્દુલ્લા શફીકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
PAK vs SL: બંને ટીમોના ખેલાડીઓ:
શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલ્ગે, મહેશ તિક્ષાના, મથિશા પાથિરાના, દિલશાન મદુષાન્કા.
પાકિસ્તાનઃ અબ્દુલ્લા શફીક, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.
આ પણ વાંચો: વર્લ્ડ કપ 2023 : નેધરલેન્ડનો 99 રનથી પરાજય, ન્યુઝીલેન્ડની બીજી જીત