ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનની પોલ ખુલી ગઈ, ખરાબ ફ્લડ લાઈટના કારણે લોહીલુહાણ થયો આ ખેલાડી

Text To Speech

લાહોર, 9 ફેબ્રુઆરી 2025: પાકિસ્તાનમાં આ મહિનાની 19 ફેબ્રુઆરીથી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરુઆત થવાની છે. પાકિસ્તાન લગભગ 24 વર્ષ બાદ કોઈ આઈસીસી ટૂર્નામેન્ટની મેજબાની કરી રહ્યું છે. પણ આ ટૂર્નામેન્ટ પહેલા જ પાકિસ્તાનના ખોખલા દાવાની પોલ ખુલ ગઈ છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનની તૈયારીઓ હજુ પણ પુરી થઈ નથી. કેટલાય મેદાન હજુ રમવાને લાયક નથી. સ્ટેડિયમોમાં ન તો ફ્લડ લાઈટના ઠેકાણા છે ન મેદાનના. તેનું ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું છે. જ્યાં ખરાબ ફ્લડ લાઈટના કારણે મહેમાન ટીમનો એક ખેલાડી ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો. બાદમાં ખેલાડીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હકીકતમાં જોઈએ તો, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શનિવારથી ટ્રાઈ સીરીઝ 2025ની શરુઆત થઈ ગઈ છે. આ સીરીઝની પહેલી મેચમાં ભયંકર દુર્ઘટના થઈ હતી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના ખેલાડી રચિન રવિન્દ્ર ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટમાં કહેવાયું છે કે રચિનને આ ઈજા ખરાબ ફ્લડ લાઈટના કારણે થઈ છે. કહેવાય છે કે ખરાબ ફ્લડ લાઈટના કારણે બોલ રચિનને સારી રીતે દેખાયો નહીં અને બોલ ડાયરેક્ટ તેની આંખમાં જઈને વાગ્યો. તે બાદ રચિનની આંખની બાજુમાંથી લોહી નીકળવા લાગ્યું. તેને તાત્કાલિક મેદાન બહાર લઈ જવામાં આવ્યો.

આ પણ વાંચો: બોલીવુડ ફિલ્મોને ટક્કર મારે તેવો સીન: ફુલ સ્પીડે આવતી સ્કોર્પિયોનું ટાયર ફાટ્યું, 9 વાર ફંગોળાઈ ગાડી

Back to top button