ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

PAK vs BAN: બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech
  • વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને ટીમો સતત મેચ હારી રહી છે. ત્યારે આજે બન્ને ટીમો જીત માટે મેદાને ઉતરશે.

WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 31મી મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં બાંગ્લાદેશે ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ મેચના ખેલાડીઓ:

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન: અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, બાબર આઝમ (C), મોહમ્મદ રિઝવાન (W), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, શાહીન આફ્રિદી, ઉસામા મીર, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ

બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન: લિટ્ટન દાસ, તન્ઝીદ હસન, નજમુલ હુસેન શાંતો, શાકિબ અલ હસન (C), મુશ્ફિકુર રહીમ (W), મહમુદુલ્લાહ, તોહીદ હ્રિદોય, મેહિદી હસન મિરાઝ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ

પિચ રિપોર્ટ:

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ઈડન ગાર્ડનની પીચ બેટ્સમેનો માટે યોગ્ય છે. જો કે, ફાસ્ટ બોલરોને પણ અહીં ઘણો બાઉન્સ મળે છે.

Points Table:

Points Table-HDNEWS
ફોટો- https://www.cricbuzz.com/

પાકિસ્તાન અત્યાર સુધી વર્લ્ડ કપ 2023ની 6 મેચ રમી ચૂક્યું છે, ત્યારે પ્રથમ બે મેચ જીત્યા બાદ બાબર આઝમની ટીમ સતત ચાર મેચ હારી છે. આવી સ્થિતિમાં તે બાંગ્લાદેશ સામે જીતના ટ્રેક પર પરત ફરવાનો પ્રયાસ કરશે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ પણ આ વર્લ્ડ કપની 6 મેચ રમી છે, જેમાં માત્ર એક મેચમાં જ જીત મેળવી છે. બાકીની પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ODIમાં હેડ ટુ હેડ આંકડા

ODI ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી પાકિસ્તાન અને બાંગ્લાદેશ કુલ 38 વખત સામસામે આવી ચૂક્યા છે. આ દરમિયાન પાકિસ્તાને 33 મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશે પાંચ મેચમાં અપસેટ સર્જ્યો છે. આ પહેલા બંને ટીમો 2023ના એશિયા કપમાં ટકરાઈ હતી. ત્યારે પાકિસ્તાન સરળતાથી જીતી ગયું હતું. 2019 વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મોટી જીત નોંધાવી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાન ટીમના મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામે રાજીનામું આપ્યું

Back to top button