કાશ્મીર વિશે બદલાયા પાકિસ્તાનના શૂર, શાહબાઝ શરીફે સ્થાયી શાંતિ માટે કરી વિનંતી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર કાશ્મીર મુદ્દે તીખા પ્રહારો કર્યા છે. આ વચ્ચે શરીફે ભારત સાથે “સ્થાયી શાંતિ”ની ઈચ્છા વ્યક્ત કરી હતી. કહ્યું કે આ સંવાદ જ બહાર નીકળવાનો રસ્તો છે કારણ કે યુદ્ધ કોઈ પણ દેશ માટે વિકલ્પ નથી. તેમણે એમ પણ કહ્યું કે આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ કાશ્મીર મુદ્દાના ઉકેલ સાથે જોડાયેલી છે.
કાશ્મીર વિશે બદલાયા પાકિસ્તાનના શૂર
શાહબાઝ શરીફે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરતા આ ટિપ્પણી કરી હતી. “પાકિસ્તાન આ ક્ષેત્રમાં શાંતિ જાળવવાનો સંકલ્પ કરે છે અને આ ક્ષેત્રમાં કાયમી શાંતિ યુએનના ઠરાવો અનુસાર કાશ્મીર મુદ્દાના ઉકેલ સાથે જોડાયેલી છે,” તેમણે શુક્રવારે સાંજે વાટાઘાટો દરમિયાન જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે “અમે વાતચીત દ્વારા ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છીએ છીએ કારણ કે યુદ્ધ કોઈ પણ દેશ માટે વિકલ્પ નથી.” શરીફે એમ પણ કહ્યું કે ઈસ્લામાબાદ અને નવી દિલ્હીએ વેપાર અને અર્થવ્યવસ્થામાં સ્પર્ધા કરવી જોઈએ.
શાહબાઝ શરીફે સ્થાયી શાંતિ માટે કરી વિનંતી
વડાપ્રધાને વિદ્યાર્થીઓ સાથે પાકિસ્તાન સામેના વર્તમાન પડકારો અંગે પણ ચર્ચા કરી હતી. એક પ્રશ્નના જવાબમાં પીએમએ કહ્યું કે પાકિસ્તાનનું આર્થિક સંકટ દાયકાઓની રાજકીય અસ્થિરતા તેમજ માળખાકીય સમસ્યાઓનું પરિણામ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના જન્મ પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે સારા પરિણામો માટે આયોજન, રાષ્ટ્રીય ઇચ્છા અને અમલીકરણ પદ્ધતિઓ હતી.