એક શરીર અને બે ચહેરાવાળી જોડિયા બહેનોએ કર્યા લગ્ન, ફોટો થયો વાયરલ
શરીથી એકબીજા સાથે જોડાયેલી બે જોડિયા બહેનો એબી અને બ્રિટ્ટેની હેન્સેલ 1996 માં ‘ધ ઓપ્રાહ વિન્ફ્રે શો’ માં દેખાયા પછી ચર્ચામાં આવી. આ બંને બહેનોના બે ચહેરા છે પરંતુ હૃદય અને બાકીનું શરીર એક જ છે. હવે આ બંને બહેનો ફરી એકવાર સમાચારમાં છે. હવે બંનેએ એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જોડિયા બહેનો એબી અને બ્રિટ્ટેનીના લગ્ન થયા
પ્રાપ્ત માહિતી અનુસાર, જોડિયા બહેનો એબી અને બ્રિટ્ટેની હેન્સલે યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાંથી નિવૃત્ત થયેલા જોશ બોલિંગ સાથે લગ્ન કર્યા છે. અમેરિકામાં રહેતી આ બહેનો શિક્ષક તરીકે કામ કરે છે અને પાંચ ધોરણ સુધીના બાળકોને ભણાવે છે. આ જોડિયા બહેનોના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ફોટો વાયરલ થઈ રહ્યો છે
કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2021માં જ બંને બહેનોએ જોશ બોલિંગ સાથે ગુપચુપ લગ્ન કર્યા હતા, જેની તસવીરો હવે વાયરલ થઈ રહી છે. એક વીડિયોમાં બંને બહેનો જોશ બોલિંગ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. અન્ય એક ફોટોમાં બંને પોતાના પતિ સાથે દરિયા કિનારે આરામ કરતા જોવા મળે છે.
આ બંને બહેનોની સૌથી ખાસ વાત એ છે કે એબી અને બ્રિટ્ટેની હેન્સેલનું શરીર એક જ છે પરંતુ બે માથા છે. કમરથી નીચેના તમામ અવયવો સરખા છે. એબી શરીરના જમણા હાથ અને પગને નિયંત્રિત કરે છે, જ્યારે બ્રિટ્ટેની શરીરની ડાબી બાજુને નિયંત્રિત કરે છે.
બંનેનો જન્મ 1990માં થયો હતો. જન્મ બાદ પરિવારે ઓપરેશન કરીને બંનેને અલગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે ખૂબ જ જોખમી હતું. ડૉક્ટરે કહ્યું કે સર્જરી પછી બંનેના જીવિત રહેવાની શક્યતાઓ ઘણી ઓછી છે. આ પછી સર્જરીનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.