પેઇનકિલર છતાં માથાનો ડાબી બાજુનો દુખાવો મટતો નથી? તો સાવધાન!
- લેફ્ટ સાઇડનો માથાનો દુખાવો હોઇ શકે છે બિમારીના લક્ષણો
- જો પેઇન કિલરથી પણ સારુ ન થાય તો ન કરો અવોઇડ
- બની શકે તે કોઇ રોગની શરૂઆત પણ હોઇ શકે
આજકાલ ભાગદોડ વાળી લાઇફમાં લોકોને અનેક પ્રકારના ટેન્શન હોય છે. આટલા બધા ટેન્શનના લીધે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય બાબત છે. કેટલાય લોકોને આ ટેન્શનના માથાનો દુખાવો પણ થઇ જતો હોય છે. ક્યારેક આ સમસ્યા વધારે પણ થઇ જાય છે. આ પરેશાનીને ક્યારેય પણ ઇગ્નોર ન કરવી જોઇએ. ખાસ કરીને જ્યારે માથાની લેફ્ટ સાઇડમાં દુખાવો થતો હોય તો તે બીમારી હોઇ શકે છે. આ લક્ષણોને ભુલમાંથી પણ ઇગ્નોર ન કરવો જોઇએ.
જ્યારે માથાનો દુખાવો સહન ન થાય
કેટલાય એવા લોકો છે જે માથાના દુખાવામાં પેઇનકિલર ખાય છે, પરંતુ માથામાં લેફ્ટ સાઇડ દુખતુ હોય ત્યારે પેઇન કિલર ખાવી યોગ્ય નથી. તે બ્રેઇન ટ્યુમર, કલસ્ટર, ઇંફેક્શન અને માઇગ્રેનની શરૂઆત હોઇ શકે છે. જો સતત માથાની લેફ્ટ સાઇડમાં દુખાવો થતો હોય તો તેની તાત્કાલિક તપાસ કરાવવી જોઇએ. જેથી બિમારી વકરે તે પહેલા તેની જાણ થઇ શકે.
કેવી રીતે જાણશો બિમારી છે?
માથામાં સતત દુખાવો થઇ રહ્યો હોય તો તેની જાણ સીટી સ્કેન અને એમઆરઆઇ સ્કેન દ્વારા થઇ શકે છે. જો યોગ્ય સમયે આ બિમારીની જાણ ન થાય તો શરીરને નુકશાન થઇ શકે છે. તેથી શરીરમાં થઇ રહેલા કોઇ પણ અસહનીય દર્દને ઇગ્નોર ન કરવો જોઇએ.
આ કારણો હોઇ શકે છે
માઇગ્રેન પણ એક કારણ હોઇ શકે. માઇગ્રેનને મજાકમાં ન લેશો. તેમાં ઘણી વખત માથાનો દુખાવો હદથી વધી જાય છે અને ચક્કર આવવા લાગે છે. માથામાં દુખાવા સાથે આંખમાંથી પાણી નીકળતુ હોય, ચહેરા પર પરસેવો થતો હોય તો તે ક્લસ્ટર હેડેક હોઇ શકે છે. લેફ્ટ સાઇડમાં દુખાવાનુ કારણ સર્વાઇકોજેનિક હેડેક પણ હોઇ શકે છે.
આ પણ વાંચોઃ ડેબ્યુ પહેલા સુહાના ખાન ઇન્ટરનેશનલ બ્રાન્ડની એમ્બેસેડરઃ લોકો ભડક્યા