ટોપ ન્યૂઝનેશનલ

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 34 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારો જાહેરાત

નવી દિલ્હી, 25 જાન્યુઆરી : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, આ વર્ષે 34 પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવશે. વર્ષે આપવામાં આવનાર પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓના નામ સામેલ છે. આ વર્ષે 34 હસ્તીઓને પદ્મશ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પાર્વતી બરુઆ, જગેશ્વર યાદવ, ચાર્મી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગમ સહિત ઘણા મોટા નામ સામેલ છે.

પદ્મ પુરસ્કારો એ ભારત રત્ન પછી સૌથી મહત્વપૂર્ણ સન્માન છે, જે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં પદ્મ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 1955માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

આ વિભૂતિયોને મળશે પદ્મશ્રી

પાર્વતી બરુઆ, 67 વર્ષ, અસમ, સામાજિક કાર્ય (પશુ કલ્યાણ)
જગેશ્વર યાદવ, 67 વર્ષ, છત્તીસગઢ સામાજિક કાર્ય (આદિવાસી)
ચામી મુર્મુ, 52 વર્ષ, ઝારખંડ સોશિયલ વર્ક (પર્યાવરણ)
ગુરવિંદર સિંઘ, 53 વર્ષ, હરિયાણા, સામાજિક કાર્ય (દિવ્યાંગ)
સત્ય નારાયણ બલેરી, 50 વર્ષ, કેરળ (કૃષિ)
દુખુ માઝી, 78 વર્ષ, પશ્ચિમ બંગાળ સામાજિક કાર્ય (પર્યાવરણ)
કે ચેલામલ, 69 વર્ષ, આંદામાન અને નિકોબાર (કૃષિ)
સંગાથંકીમા, 63 વર્ષ, મિઝોરમ, સામાજિક કાર્ય (બાળકો)
હેમ ચંદ્ર માઝી, 70 વર્ષ, છત્તીસગઢ (આયુષ)
યાનુંગ જામોહ લેગો, 58 વર્ષ, અરુણાચલ પ્રદેશ (કૃષિ)
સોમન્ના, 66 વર્ષ, કર્ણાટક, સામાજિક કાર્ય (આદિવાસી)
સર્વેશ્વર બાસુમેતરી, 61 વર્ષ, આસામ, (કૃષિ)
પ્રેમા ધનરાજ, 72, કર્ણાટક (દવા)
ઉદય વિશ્વનાથ દેશ પાંડે, 70 વર્ષ, મહારાષ્ટ્ર (મલખંભ કોચ)
ડૉ.યઝદી માણેકશા ઈટાલિયા, 72 વર્ષ, ગુજરાત (Indigenous-Sickle Cell)
16- શાંતિ દેવી પાસવાન અને શિવાન પાસવાન, મધુબની બિહાર (પેઈન્ટિંગ)
રતન કહાર, 88 વર્ષ, પશ્ચિમ બંગાળ, કલા (લોકગીત ગાયન)
અશોક કુમાર બિસ્વાસ, 67 વર્ષ, બિહાર (પેઈન્ટિંગ)
બાલકૃષ્ણ સદનમ પુથિયા વીથિલ, 79 વર્ષ, કેરળ, કલા, (કથકલી)
ઉમા મહેશ્વરી ડી, 63 વર્ષ, આંધ્રપ્રદેશ, કલા (સ્ટોરી ટેલિંગ)
ગોપીનાથ સ્વૈન, 105 વર્ષ, ઓરિસા, કલા (ભજન ગાયન)
સ્મૃતિ રેખા ચકમા, 63 વર્ષ, ત્રિપુરા કલા (ટેક્ષટાઈલ)
ઓમ પ્રકાશ શર્મા, 85 વર્ષ, મધ્ય પ્રદેશ કલા (થિયેટર-લોક)
નારાયણ ઇપી, 67 વર્ષ, કેરળ આર્ટસ (નૃત્ય)
ભાગવત પ્રધાન, 85 વર્ષ, ઓરિસ્સા, કલા (નૃત્ય)
સનાતન રુદ્ર પાલ, 68 વર્ષ, પશ્ચિમ બંગાળ, કલા (શિલ્પકાર)
બદ્રપ્પન એમ, 87 વર્ષ, તમિલનાડુ, કલા (નૃત્ય)
જોર્ડન લેપ્ચા, 50 વર્ષ, સિક્કિમ, આર્ટસ (ક્રાફ્ટ)
મચિહન સાસા, 73 વર્ષ, મણિપુર, આર્ટસ (ક્રાફ્ટ)
ગદ્દમ સમૈયા, તેલંગાણા, 67, કલા (નૃત્ય)
31- જાનકી લાલ, ઉંમર 81 વર્ષ રાજસ્થાન, આર્ટસ (થિયેટર)
દશારી કોંડપ્પા, ઉંમર 63, તેલંગાણા, કળા (ઇન્સ્ટ્રુમેન્ટ)
બાબુરામ યાદવ, ઉંમર 74, ઉત્તર પ્રદેશ, કલા (ક્રાફ્ટ)
નેપાળ ચંદ્ર સુત્રધર, ઉંમર 82, પશ્ચિમ બંગાળ, કલા (માસ્ક મેકિંગ)

ગત વર્ષે 106 પદ્મ પુરસ્કારો એનાયત કરાયા હતા

ગયા વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. 19 પુરસ્કાર મેળવનાર મહિલાઓ હતી. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ છે. મરણોત્તર આ સન્માન માટે સાત લોકોની પસંદગી કરવામાં આવી છે. પદ્મ સન્માન દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે અને તેને ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી.

Back to top button