ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

બિહારના પ્રખ્યાત લોકગાયિકા શારદા સિન્હાની તબિયત બગડી, દિલ્હી AIIMSમાં દાખલ

Text To Speech
  • પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત લોકગાયિકા અઠવાડિયાથી દિલ્હીની AIIMSમાં સારવાર હેઠળ છે

નવી દિલ્હી, 26 ઓકટોબર: પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત લોકગાયિકા શારદા સિન્હાના પતિ બ્રજ કિશોરના નિધનના એક મહિના બાદ વધુ એક દુઃખદ સમાચાર બહાર આવ્યા છે. ગાયિકા શારદા સિન્હાની તબિયત આજે શનિવારે અચાનક બગડી છે. તેઓ એક અઠવાડિયાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. તબીબે તેમની તબિયતની અપડેટ આપતાં જણાવ્યું કે, આજે તેમની તબિયત વધુ ખરાબ છે. તાજેતરમાં જ તેમના પતિનું બ્રેઈન હેમરેજથી અવસાન થયું હતું, જેના થોડા દિવસો પછી તેમની તબિયત પણ બગડવા લાગી.

બિહાર કોકિલા શારદા સિન્હાની તબિયત લથડી

શારદા સિન્હાને છેલ્લા એક સપ્તાહથી ખાવા-પીવામાં તકલીફ પડી રહી હતી, ત્યારબાદ તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેઓ 7 દિવસથી ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ છે. તેની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. લોકગાયિકા શારદા સિન્હાની તબિયત લથડતા તેમને દિલ્હી એમ્સના ઈમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આજે સવારે તેમની તબિયત બગડતાં તેમને ICU વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ વર્ષે શારદા અને તેમના પતિએ તેમના લગ્નની 54મી વર્ષગાંઠ ઉજવી હતી. જોકે, તેમના મેડિકલ સ્ટાફ દ્વારા હજુ સુધી કોઈ હેલ્થ બુલેટિન જારી કરવામાં આવ્યું નથી.

કોણ છે શારદા સિન્હા?

શારદા સિન્હા, બિહારના કોકિલા તરીકે પ્રખ્યાત છે, તે લોકપ્રિય લોકગાયિકા અને શાસ્ત્રીય ગાયિકા છે. તે બિહારના છે. તે મૈથિલી અને ભોજપુરી ગીતો ગાવા માટે જાણીતા છે. તેમની કેટલીક લોકપ્રિય કૃતિઓમાં ‘વિવાહ ગીત’ અને ‘છઠ ગીત’નો સમાવેશ થાય છે. સંગીતમાં તેમના યોગદાન માટે તેમને 2018માં પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.

છઠના તહેવાર પર ગાયા ગીતો

શારદા સિન્હાએ સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં પ્લેબેક સિંગર તરીકે પોતાનો અવાજ આપ્યો હતો. આ સિવાય તેમણે ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ પણ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, શારદા સિન્હાએ છઠ તહેવાર પર ઘણા ગીતો ગાયા છે જે આજે પણ સાંભળી શકાય છે.

આ પણ જૂઓ: કેનેડામાં ભારતીય યુવતીનું મૃત્યુ: બેકરીના ઓવનમાંથી શરીરના સળગેલા અંગો મળ્યા

Back to top button