ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

તિરંગા યાત્રામાં PAAS નું શક્તિ પ્રદર્શન, વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો અંગે કરી મોટી જાહેરાત

Text To Speech

પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષ પુરા થવાના પ્રસંગે રવિવારે પાટીદાર અનામત આંદોલન સમિત (PAAS) દ્રારા સુરતના ક્રાંતિ ચોકથી એક વિશાળ તિરંગા પદયાત્રા કાઢવામાં આવી હતી, પણ આ દિવસે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ રેલીની સાથે ધડાકો કર્યો છે કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં PAASના 23 ઉમેદવારોને મેદાનમાંથી ઉતારવામાં આવશે.

રવિવારે સુરતમાં પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થવા પર PAAS દ્વારા તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરી એકવાર પાટીદારોનું વિધાનસભાની ચૂંટણીમાં પ્રભુત્વ જોવા મળી શકે છે અને તે માટે જ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ રેલીની સાથે જાહેરાત કરી છેકે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં PAASના 23 ઉમેદવારોને મેદાનમાંથી ઉતારવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન સમિતાના નેતા દિનેશ બાંભણીયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, PAASના 23 ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો ઉમેદવારી કરશે સંખ્યા વધી પણ શકે છે …હવે જામશે માહોલ. જો કે ખાસ વાત એ છેકે પાટીદાર અનામત આંદોલન અત્યાર સુધી રાજકીય પક્ષોને બહારથી સપોર્ટ આપતી હતી, પરંતુ રવિવારે અચાનક PAASના ઉમેદવારોની ચૂંટણીમાં ઉતારવાની વાત કરીને બધાને ચોંકાવી દીધા છે.

આ પણ વાંચો : IPS ભગીરથસિંહનું સરાહનીય કાર્ય: દીકરાએ તરછોડેલી માતાની આવ્યા વ્હારે

PAAS દ્રારા 28 ઓગસ્ટે સવારે 9 વાગ્યાથી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ક્રાંતિ ચોકથી શરૂ થઇ અને સરદાર પ્રતિમા, મીની બજાર પાસે પુરી થવાની છે. જો કે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તિરંગા યાત્રાના નામે PAAS શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે.

alpesh And Dinesh
File Image

PAASની તિરંગા યાત્રામાં મહેશ સવાણી, અલ્પેશ કથિરીયા, કુમાર કાનાણી સહીતના નેતાઓ શક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે અત્યારે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે અને 25 ઓગસ્ટે પાટીદાર ક્રાંતિ દિવસ છે અને 26 ઓગસ્ટે પાટીદાર શહીદોના માનમાં અને તેમને શ્રધ્ધાંજલી આપવા માટે PAAS દ્રારા 28 ઓગસ્ટે, રવિવારે તિરંગા પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિનેશ બાંભણીયા એમ પણ કહ્યું છે કે, પાટીદારોની સંખ્યા પણ વધી શકે છે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોનો પ્રભૂત્વ 70 જેટલી સીટો પર છે ત્યારે પાટીદારોની ઘણી સીટો પણ છે ત્યારે ચૂંટણી પહેલા પાસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. 23 નેતાઓ ઉમેદવારી નોંધાવશે તેમાં કોઈના નામ હજુ સુધી જાહેર નથી થયા.

Back to top button