PAAS નેતા દિનેશ બાંભણિયા 2015ના મારામારીના કેસમાં નિર્દોષ જાહેર
પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયાને રાહત મળતા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2015 માં તેઓની સામે નોંધાયેલા મારામારીના એક કેસમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. દીનેશે પોતાના જ ગામ કમળાપુરમાં મંડળીના સભ્યો સાથે મારામારી કરતા તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ અંતર્ગત તેમને આજે કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
દિનેશ સહિતનાઓ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાટીદાર અનામત આંદોલનના નેતા દિનેશ બાંભણિયાએ ટ્વિટર થકી જાહેરાત કરી હતી કે પાટીદાર નેતાઓ ચૂંટણી લડશે. તેઓના અનામત આંદોલન સમયે જે યુવકો સામે કેસ થયા હતા તે કેસ પરત ખેંચવા તેઓ સરકાર પાસે વારંવાર માંગ કરતા હતા. દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય માહોલ વચ્ચે પાટીદાર અગ્રણીયો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો કરાયા તેને લઈને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આથી પ્રાથમિક 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. જેની સંખ્યામાં આગામી સમયમાં વધારો પણ થઇ શકે છે તેમ જણાવાયું હતું.
આ પણ વાંચો : “રાજસ્થાન સરકાર ગૌતમ અદાણીને ખોટી રીતે બિઝનેસ આપશે તો…”