ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોરબી દુર્ઘટનાને લઈ ભાજપ પર ચિદમ્બરમના વાર !

Text To Speech

મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ સાંસદ પી.ચિદમ્બરમે ભાજપ પર અનેક આરોપો લગાવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ગુજરાત સરકાર માટે કલંકિત છે. વળી સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના માટે સરકાર તરફથી કોઈએ માફી માંગી નથી. આની જવાબદારી લેતા કોઈએ રાજીનામું પણ આપ્યું નથી.

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા.

ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું ચિદમ્બરમે

ચૂંટણીની જાહેરાત મુદ્દે પી ચિદંમ્બરમે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ત્યારે જ ગુજરાતની પણ ચૂંટણી જાહેર થઈ જવા જેવી હતી. પરંતુ વિવિધ કાર્યક્રમો બાકી હોવાના કારણે આને લંબાવવામાં આવી હતી. ભાજપે 6 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલવાની ફરજ પડી છે. વળી જો ચૂંટણી આગામી સમયમાં થઈ હોત તો ભૂપેન્દ્ર પટેલને પણ બદલી દેવાયા હોત. ગુજરાતને મુખ્યમંત્રી નહીં પરંતુ અમિત શાહ અને નરેન્દ્ર મોદી ચલાવે છે. તેમજ ગુજરાતની જનતાને અપીલ કરતા પી.ચિદમ્બરમે કહ્યું હતું કે દર 5થી 10 વર્ષના સમયાંતરે સરકાર બદલવી જોઈએ.

પ્રદૂષણ મુદ્દે કેજરીવાલ઼ પર પ્રહાર

તો અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ મુદ્દે આડેહાથ લેતા ચિદમ્બરમે કહ્યું કે ઝેરી હવામાં કોને શ્વાસ લેવા ગમે ! દિલ્હીમાં હવાની ગુણવત્તા પર નજર કરશો તો તમે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલને મત નહીં આપો.

Back to top button