ઓક્સફર્ડ યુનિવર્સિટી 500 વર્ષ જૂની હિન્દુ સંતની મૂર્તિ ભારતને કરશે પરત, જાણો ક્યાંથી ચોરાઈ હતી


- સંત તિરુમંગઈ અલવરની 16મી સદીની કાંસ્ય પ્રતિમા તમિલનાડુના મંદિરમાંથી ચોરી થઈ હોવાનો ભારતીય હાઈ કમિશને કર્યો હતો દાવો
લંડન, 11 જૂન: બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી(University of Oxford)એ એક હિન્દુ સંતની 500 વર્ષ જૂની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરવા સંમતિ દર્શાવી છે. આ મૂર્તિ તમિલનાડુના મંદિરમાંથી ચોરાઈ હોવાનું માનવામાં આવે છે. યુનિવર્સિટીના એશમોલિયન મ્યુઝિયમ(Ashmolean Museum) દ્વારા કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યા મુજબ, “11 માર્ચ 2024ના રોજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની કાઉન્સિલે ભારતીય હાઈ કમિશનના દાવાને પગલે સંત તિરુમંગઈ અલવર(Saint Tirumangai Alvar)ની 16મી સદીની કાંસ્ય પ્રતિમાને અશ્મોલિયન મ્યુઝિયમમાંથી પરત કરવાનો નિર્ણય લીધો હતો.”

પ્રતિમા 60 સેન્ટિમીટર ઊંચી!
ચાર વર્ષ પહેલાં, બ્રિટનમાં ભારતીય હાઈ કમિશને સંત તિરુમંગઈની આ પ્રતિમા વિશે દાવો કર્યો હતો કે, તે ભારતના તમિલનાડુના એક મંદિરમાંથી કથિત રીતે ચોરાઈ થઈ હતી. યુનિવર્સિટીના અશ્મોલિયન મ્યુઝિયમે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કાઉન્સિલે પ્રતિમા પરત કરવાનું સમર્થન કર્યું હતું. મ્યુઝિયમે કહ્યું હતું કે, તેણે 1967માં સોથબી પાસેથી સંત તિરુમંગઈની 60 સેમી ઊંચી પ્રતિમા ખરીદી હતી. અશ્મોલિયન મ્યુઝિયમે જણાવ્યું હતું કે, ફોટો આર્કાઇવ્સ પર સંશોધન કર્યા પછી પ્રતિમા વિશે જાણવા મળ્યું હતું. આ પ્રતિમા 1957માં તમિલનાડુના એક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી, જે કાંસ્ય ધાતુની બનેલી હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીનો નિર્ણય
આ પહેલા પણ બ્રિટનમાંથી ચોરાયેલી ભારતીય કલાકૃતિઓ ભારત પરત લાવવામાં આવી છે. આટલું જ નહીં, ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બે વર્ષ પહેલા સંમતિ આપી હતી કે, તે નાઈજીરિયાની સરકારને 100 બેનિન બ્રોન્ઝ કલાકૃતિઓ પરત કરશે. 1897માં જ્યારે બ્રિટિશ દળોએ બેનિન સિટી પર હુમલો કર્યો હતો ત્યારે આ કલાકૃતિઓ લૂંટી લેવામાં આવી હતી. આ હુમલા પછી, બ્રિટિશ સેનાએ લંડનમાં 200થી વધુ કલાકૃતિઓ વેચી.
આ પણ જુઓ: ઇલોન મસ્કે ભારતીય મૂળના ટેસ્લા ડિરેક્ટર અશોક એલુસ્વામીના કર્યા વખાણ, કહ્યું: તેના વગર…