ટોપ ન્યૂઝનેશનલ

વધુ એકવાર ઔવેસીનો વાણીવિલાસ, કહ્યું – એક દિવસ એવો આવશે, જ્યારે લોકો PM આવાસમાં ઘૂસી જશે

Text To Speech

નેશનલ ડેસ્કઃ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વધુ એકવાર વાણીવિલાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે, જે રીતે લોકો શ્રીલંકામાં રાષ્ટ્રપતિ આવાસમાં ઘૂસ્યા હતા તેવી જ રીતે ભારતમાં પણ લોકો એક દિવસ વડાપ્રધાનના આવાસમાં ઘૂસીને બેસી જશે. શ્રીલંકામાં આ સ્થિતિ એટલા માટે બની છે કારણ કે ત્યાંની સરકારે બેરોજગારી, મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો નથી. ભારતમાં પણ હવે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. અગ્નિવીર યોજનાના વિરોધથી લઈને ખેડૂતોના આંદોલન સુધી લોકોનો નેતાઓ પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે.

ઔવેસીએ પ્રશ્નનો ઉત્તર આપવાનું ટાળ્યું

રાજસ્થાનના જયપુરમાં ‘ટોક જર્નાલિઝમ’માં બોલતા ઓવૈસીએ કહ્યું, ‘લોકો CAA, કિસાન બિલ, અગ્નિવીર જેવા મુદ્દાઓ પર રસ્તા પર ઉતરી આવ્યા છે. જુઓ, એક દિવસ જે રીતે શ્રીલંકામાં લોકો રાષ્ટ્રપતિ ભવનની અંદર બેઠા હતા, તે જ રીતે તેઓ પીએમ હાઉસમાં ઘૂસીને કહેશે કે અમને નોકરી આપવામાં આવી નથી. હું તે નથી ઈચ્છતો, નહીં તો આવતીકાલે મારા પર UAPA લાદવામાં આવશે.’ આ દરમિયાન ઓવૈસીએ એ સવાલનો પણ જવાબ આપ્યો ન હતો કે, શું PFI પર દેશમાં પ્રતિબંધ લગાવવો જોઈએ.

ઉદયપુરની ઘટના પર ઓવૈસીનું નિવેદન

ઓવૈસીએ એવો પણ આરોપ લગાવ્યો કે, છેલ્લા કેટલાક સમયથી કારોબારી સંસદમાં વિધાનમંડળને નબળું પાડવાનો પ્રયાસ કરી રહી છે, જેના કારણે ચર્ચાનો અવકાશ ઘટી ગયો છે. ઓવૈસીએ કહ્યું કે, સંસદના ચોમાસુ સત્રમાં 14 બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને થોડીવારમાં પાસ પણ થઈ ગયા હતા. વર્ષમાં માત્ર 60-65 દિવસ જ સંસદ મળે છે, તો અમે લોકોના પ્રશ્નો કેવી રીતે ઉઠાવીશું. ઉદયપુરની ઘટનાના સવાલ પર ઓવૈસીએ કહ્યું કે, અમે ઘટનાની નિંદા કરી છે અને અમે માનીએ છીએ કે જ્યારે કન્હૈયાલાલે પોલીસને ફરિયાદ આપી હતી ત્યારે પોલીસે કાર્યવાહી કરવી જોઈતી હતી. જો તે સમયે કાર્યવાહી કરવામાં આવી હોત તો આ ઘટના બની ન હોત.

Back to top button