ટોપ ન્યૂઝનેશનલ

તવાંગ વિવાદ પર ઓવૈસીએ વડાપ્રધાન પર કર્યા પ્રહાર, કહ્યું- “સેના મજબૂત છે પણ વડાપ્રધાન નબળા છે”

તવાંગ અથડામણ મુદ્દે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષ સત્તા પક્ષને તવાંગ મુદ્દે સવાલોથી ઘેરી રહી છે. પહેલા કાંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે દ્વારા તવાંગ મુદ્દે સરકારને ઘેરી હતી. ત્યારે આજે તવાંગ મુદ્દે ઓવૈસીએ વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા.

ઔવેસી-humdekhengenews

મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ તવાંગ મુદ્દે વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં જ વડાપ્રધાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે “ફોજ તો મજબુત છે. પરંતું વડાપ્રધાન કમજોર છે, તે તો ચીનનું નામ લેતા પણ ડરે છે”

તવાંગ મદ્દે રાજકારણ ગરમાયું

છેલ્લા કેટલાક મહિનાઓથી અરુણાચલમાં ચીની સેના ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી છે. આ ચીની સૈનિકો વિરુદ્ધ ભારતીય સૈનિકો મજબુતાઇથી લડી રહ્યા છે તેવું રાજનાથસિંહે જણાવ્યું હતુ. વિપક્ષો માગ કરી રહ્યા છે કે આ અથડામણને લગતી માહીતી સરકાર રજૂ કરે અને સાથે આરોપ પણ લગાવમાં આવ્યો હતો કે સરકાર તવાંગ મુદ્દે કેટલીક માહિતી છૂપાવી રહી છે. જેના કારણે વિપક્ષો આ મુદ્દે સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે અસદુદ્દીન ઓવૈસીએ પણ તવાંગ મુદ્દે વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરી વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા.

અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું ?

અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર તવાંગ વિવાદ પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને સરકાર પર સીધો આરોપ લગાવ્યો હતો કે તવાંગ મુદ્દે સરકાર હજુ પણ ઘણું છુપાવી રહી છે અને ગંભીર મુદ્દાઓ સરકાર છૂપાવી રહી છે. તવાંગ મુદ્દે ખબર પડ્યા બાદ હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે 9 ડિસેમ્બરે આ ઘટના બની હતી અને સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકાર કેમ ચૂપ રહી છે અને આ બાબતે સંસદમાં કેમ કોઇ જાણકારી નથી આપી રહી?

ઓવૈસી ટ્વિટ કરી મોદી સરકારને ઘેરી

તવાંગ મુદ્દે અસદુદ્દીન ઓવૈસીએ એક પછી એક ટ્વિટ કરીને મોદી સરકારને ફરી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ટ્વિટમાં તેમણે લંડનના અખબાર ‘ધ ટેલિગ્રાફ’ને ટાંક્યો છે. જેના દક્ષિણ એશિયાના સંવાદદાતા જો વોલેને ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં અરુણાચલ સરહદ પર ચીની સેના દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો વારંવાર કરવામાં આવી રહ્યા હતા. અને આ કારણથી ચીની સૈનિકોએ ભારતીય સેના સાથે ઘણી વખત ઘર્ષણ કરી રહી હતી પરંતુ આ વાત ભારત દ્વારા છુપાવવામાં આવી હતી જેથી લોકોમાં કોઈ ડર ન પેદા થાય.

અસદુદ્દીન ઓવૈસીએ આ આધારે ટ્વિટ કરીને કહ્યું કે, “મોદી સરકાર દ્વારા આટલા મોટા પાયા પર તથ્યોને છુપાવવામાં આવી રહ્યા છે. શું આ મુદ્દો સંસદમાં ચર્ચા માટે જરૂરી નથી અને વડાપ્રધાનને તેનો જવાબ ના આપવો જોઈએ. સત્ય પોતાના લોકોથી કેમ છુપાવવામાં આવે છે?”

તેના પછીની ટ્વિટમાં, ઓવસીએ કહ્યું, “જો બ્રિટિશ અખબારનો અહેવાલ સાચો છે, તો તેનો સીધો અર્થ એ છે કે સરહદ પર ચીન સાથેનો વિવાદ જે કહેવામાં આવી રહ્યો છે તેના કરતા વધુ મુશ્કેલીજનક છે અને લદ્દાખથી અરુણાચલ સુધી આપણે ગંભીર બનવું પડશે. સરકારે આ મામલે જવાબ આપવો જોઈએ.”

ત્રીજી ટ્વીટમાં ઓવૈસીએ કહ્યું, “આપણા દેશની સેના ખૂબ જ મજબૂત છે પરંતુ વડાપ્રધાન ખૂબ જ નબળા છે. તેઓ ચીનનું નામ લેતા પણ ડરે છે, તેઓ સવાલોથી બચવાની કોશિશ કરી રહ્યા છે. અને ખુબ મોટી મુશિબતને છૂપાવવાની કોશિશ કરી રહ્યા છે ફક્ત ચર્ચા દ્વારા જ આ ઉકેલ શોધી શકાય છે અને આ મામલે સરકારના આ વલણને સ્વીકારી શકાય નહીં.

આ પણ વાંચો :ઈરાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, સંયુક્ત રાષ્ટ્રએ UNCSWમાંથી બહાર કાઢી મુક્યું

Back to top button