લાઈફસ્ટાઈલહેલ્થ

ઓવરટાઇમ કરવો પડી શકે છે ભારે, જાણો નુકસાન

Text To Speech

મોંઘવારીના આ જમાનામાં જો તમે પણ બે પૈસા વધુ કમાવાના કારણે ઓવરટાઇમ કામ કરી રહ્યા છો, તો આના કારણે તમને ઘણું નુકસાન થઈ શકે છે. લોકો પૈસા કમાવાના કારણે સમય જોતા નથી. પરિવાર સાથે સમય વિતાવી શકતા નથી. સવારથી સાંજ સુધી કામ કરવાથી થાક વધુ અનુભવે છે.જો તમે પણ ઓફિસમાં ઓવરટાઇમ કરી રહ્યા છો તો જાણો તેના ગેરફાયદા…

સવારથી સાંજ અને સાંજથી રાત્રિનો અર્થ એ છે કે તમે મોટાભાગનો સમય ઓફિસમાં જ પસાર કરો છો. આ કારણે, સૂર્યપ્રકાશ સાથે તમારો સંપર્ક ખૂબ ઓછો અથવા નહીવત થતો હોય છે. જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી થવા લાગે છે. આવા લોકો સરળતાથી બીમાર પડી જતા હોય છે . પાચનતંત્ર પણ નબળું પડી જાય છે.

How to Help Clients Deal With a Toxic Work Environment - Career Professionals of Canada

ઓવરટાઇમ કરવાના ગેરફાયદા

  • ડબલ શિફ્ટ કરવાને કારણે વ્યક્તિની દિનચર્યા પર અસર પડી શકે છે.જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. અને હ્રદયની બીમારીઓનું જોખમ પણ ઘણી હદ સુધી વધી જાય છે.
  • વધુ સમય કામ કરવાથી વારંવાર કમરનો દુખાવો થાય છે. કારણ કે સિટિંગ જોબમાં તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસો છો અને તેના કારણે હાડકાં કડક થઈ શકે છે. જેના કારણે અનેક બીમારીઓ ઉદભવે છે.
  • જે વ્યક્તિ ડબલ શિફ્ટ કરે છે તેને સામાન્ય શિફ્ટ કરતા લોકોની સરખામણીમાં થાકની સમસ્યા વધુ હોય છે. લાંબા સમય સુધી ડબલ શિફ્ટ કરવાથી નબળાઈ અનુભવાય છે.
  • ઓવરટાઇમના કારણે મોટાભાગના લોકો બેસીને સમય પસાર કરે છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે. જેઓ પહેલાથી ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે તેમના માટે તે વધુ ખતરનાક બની શકે છે.
  • ડબલ શિફ્ટને કારણે તમે સામાજિક રીતે સક્રિય બનો છો. પરિવાર અને મિત્રો સાથે વિતાવવા માટે સમય નથી મળી શકતો.સાથે જ પરિવારથી દુર પણ રહો છો, જેના કરણે તણાવનું સ્તર વધી શકે છે.

આ પણ વાંચો : આ ખરાબ ટેવો તમારી ત્વચાની ચમક છીનવી લે છે, આજે જ બદલો

Back to top button