મેન્ટલ હેલ્થને બગાડી શકે છે ઓવર થિંકિંગઃ આ રીતે કરો મેનેજ
- ઓવરથિંકિંગ કરનારને વધુ પડતા નેગેટિવ વિચારો જ આવે છે
- ઓવરથિંકિંગને સમયસર રોકી લેવામાં જ ભલાઇ
- ઓવરથિંકિંગ રોકવા તમારી જાતને બીઝી રાખો
ઓવરથિંકિંગ એક શબ્દ જ નથી, પરંતુ માણસના મગજની સ્થિતિ છે. જ્યારે તે જરૂર કરતા વધુ વિચારવા લાગે છે. તેના વિશે તર્ક-વિતર્ક કરવા લાગે છે અને ખુદ જ નિષ્કર્ષ કાઢે છે. માત્ર નિષ્કર્ષ જ નહીં, પરંતુ ઓવરથિંકિંગ કરતા એટલે કે જરૂર કરતા વધુ વિચારતા લોકો વધુ પડતા નેગેટિવ નિષ્કર્ષ જ કાઢે છે. કોઇ વ્યક્તિ કે કોઇ કામ પ્રત્યે તેમના મનમાં ખોટી ધારણા બની જાય છે. આ બધી બાબતોમાંથી બહાર નીકળવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે.
જરૂરી છે બચાવ
જો તમને પણ આ પ્રકારના વિચારો આવતા હોય તો એ સંકેત છે કે તમે ઓવરથિંકિંગ કરી રહ્યા છો. તે તમારી મેન્ટલ હેલ્થ માટે યોગ્ય નથી. તેને રોકી લેવામાં જ સમજદારી છે. ઓવરથિંકિંગને લઇને કેટલાય મોટિવેશનલ સ્પીકર વાત કરતા હોય છે. ઓવરથિંકિંગ રોકવા માટે પાંચ બાબતોનું ધ્યાન રાખો. તેને તમે સરળતાથી ફોલો કરી શકો છો.
હોબીને કરો ફોલો
જો તમે જરૂરિયાત કરતા વધુ વિચારતા હો તો જરૂરી છે કે તમારા મનને એ વિચારો પરથી હટાવો. આ માટે તમે તમારુ મનપસંદ કામ કરવાની કોશિશ કરો. તમારા હોબીને ફોલો કરો. ડ્રોઇંગ, ફોટોગ્રાફી, મ્યુઝિક, કુકિંગ અથવા તો જે કામ સારુ લાગે તે કરો. તમે નોટિસ કરશો કે જો તમારુ મન કોઇ કામ કરવામાં લાગશે તો મગજ ઓવરથિંકિંગ કરવાનું બંધ કરી દેશે. મેન્ટલ હેલ્થ માટે હોબીમાં ઇન્ટરેસ્ટ લેવો જરૂરી છે.
મેડિટેશન કરો
જો મગજમાં દિવસભર વાતો ચાલતી રહેતી હોય અને નેગેટિવ વિચારો આવતા હોય તો ઓવરથિંકિંગ બંધ કરવા માટે મેડિટેશન કરો. યોગ કરવા, પૂજા કરવી કે પછી ખુલ્લા શાંત વાતાવરણાં નેચર સાથે ટાઇમ સ્પેન્ડ કરીને પણ મેડિટેશન કરી શકાય છે.
સ્વીકાર કરવો જરૂરી
કોઇ પણ કામ કે વ્યક્તિનો સ્વીકાર કરવો જરૂરી છે. આ વાત તમારા ભૂતકાળ પર લાગુ થઇ શકે છે. જે પસાર થઇ ગયુ છે તે વિચારવાના બદલે સ્વીકારી લો અને આગળ વધો. ત્યારે જ ઓવરથિંકિંગ રોકી શકાય છે.
વ્યસ્તતા છે જરૂરી
જો તમારુ મગજ ફ્રી હશે, તો તમને નેગેટિવ વિચારો આવતા રહેશે. તેથી ખુદને વ્યસ્ત રાખો. કામમાં,જોબમાં, મિત્રો, ફેમિલી સાથે અથવા કોઇ પણ શોખમાં મગજને વ્યસ્ત રાખો. જેથી જરૂરિયાત કરતા વધુ વિચાર ન આવે.
લખવાનું શરૂ કરો
તમારા મનની વાતને તમે કોઇની સાથે શેર ન કરી શકતા હો તો તેને લખવાનું શરૂ કરો. તમારા વિચારોને કાગળ પર ઉતારશો તો તમારુ મન-મગજ હળવુ થશે અને તમને લખવાની આદત પડશે. તે તમારી મેન્ટલ હેલ્થ માટે જરૂરી પણ છે.
આ પણ વાંચોઃ ચંદ્રયાન-3 મિશન પર કેમ આખી દુનિયાની નજર છે? જાણો સમગ્ર માહિતી