મિઝોરમમાં ગેરકાયદે પ્રવેશ કરનાર એક હજારથી વધુ લોકોની ધરપકડ
મિઝોરમ, 14 માર્ચ : મિઝોરમમાં ઇનર લાઇન પરમિટ (ILP) વિના ગેરકાયદેસર રીતે રાજ્યમાં પ્રવેશ કરવા બદલ 1,000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેવી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે. મંગળવારે રાત્રે પ્રભાવશાળી નાગરિક સમાજ સંગઠન યંગ મિઝો એસોસિએશનના સ્વયંસેવકો અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા વિશેષ ઓપરેશન દરમિયાન 1,000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મિઝોરમમાં પ્રવેશવા માટે ILP જરૂરી
બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન, 1873 ની જોગવાઈ અનુસાર, અન્ય રાજ્યોના લોકોએ ચોક્કસ સમયગાળા માટે મિઝોરમમાં પ્રવેશવા અને રહેવા માટે તેની પાસે ILP હોવું જરૂરી છે. પોલીસ અધિકારીના જણાવ્યું અનુસાર અન્ય રાજ્યોના છ સગીરો સહિત કુલ 1,187 લોકો પાસે ILP નથી.
પોલીસે આપી માહિતી
આઈઝોલમાં સૌથી વધુ એટલે કે,1,065 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે લુંગલેઈ, ચંફાઈ, સૈતુઅલ અને સેરછિપ સહિત અન્ય જિલ્લાઓમાં 122 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે ઉલ્લંઘન કરનારાઓને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે.
ILP શું છે?
અન્ય રાજ્યોના લોકોને મિઝોરમમાં પ્રવેશવા માટે ઇનર લાઇન પાસ (ILP)ની જરૂર પડે છે. તે મિઝોરમ સરકારના સંપર્ક ઓફિસર પાસેથી નીચેના શહેરોમાંથી મેળવી શકાય છે, જેમાં કોલકાતા, સિલ્ચર, શિલાંગ, ગુવાહાટી અને નવી દિલ્હીનો શમાવેશ થાય છે. અરજદારો દ્વારા ઓનલાઈન અરજીઓ રાજ્યના ગૃહ વિભાગની મંજુરી બાદ મેળવી શકાશે. તેમજ, નિયત ફીની ઓનલાઈન ચુકવણી કર્યા બાદ ડાઉનલોડ કરી શકાશે.
આ પણ વાંચો : દુનિયાનો સૌથી ભ્રષ્ટ દેશ કયો માનવામાં આવે છે, જાણો શું છે ભારતની સ્થિતિ?