આજરોજને ભાદરવી પૂનમના દિવસે માં અંબાના ધામ અંબાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. ત્યારે અંબાજી સહિત ખેડબ્રહ્મા અને શામળાજીમાં માઈ ભક્તો દર્શનાર્થે પધાર્યા છે.
આજરોજને અંબાજી મંદિર ખાતે બપોરના 02 00 વાગ્યા સુધીમાં 3.70 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા.
ભાદરવી પૂ્નમ નિમીતે અંબાજી મંદિમાં મેળો ભરાય છે. તેમજ અંબાજી મંદિરમાં ભાદરવી પૂમનનું ખાસ મહત્વ રહેલું છે. ત્યારે આજના દિવસે લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળા મા અંબાના દર્શનાર્થે પધાર્યા છે. તેંમજ મંદિર પરીસરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ.
આ સાથે વહેલી સવારે મંગળા આરતી કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારે અંબાજી સહિત શામળાજી અને ખેડબ્રહ્મા ખાતે પણ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. શ્રદ્ધા અને ભક્તિનો ભાવ આગામી બે દિવસમાં આ તમામ સઘો જગતજનની મા જગદંબાના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવશે જોકે હાલના તબક્કે વિવિધ સમસ્યાઓ વચ્ચે પણ તમામ પદત્રીઓમાં અનેરો આનંદ અને ઉલ્લાસની સાથે શ્રદ્ધા અને ભક્તિનો ભાવ જોઈ શકાય છે. ભાદરવી પૂનમ નિમિત્તે આજે ખેડબ્રહ્મા ખાતે અંદાજિત 4 લાખથી વધારે દર્શનાર્થીઓ એ જગતજનની મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
અંબાજી મંદિરમાં ઘણા વર્ષોથી મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં કારતક, ચૈત્ર અને ભાદરવો અને આસોમાં મેળો ભરાય છે, તેમાયં ભાદરવી પૂનમના મેળાનુ ખુબ જ મહત્વ રહેલું છે. ત્યારે આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને શણગારવામાં આવે છે. અને માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.
તેમજ વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓ માટે વિવિધ તૈયારીઓ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો :પિતૃપક્ષના શ્રાદ્ધમાં આ ભૂલો ક્યારેય ના કરતા