ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

2019થી 2021 સુધીમાં દેશભરમાંથી 10 લાખથી વધુ મહિલાઓ ગુમ: NCRB

Text To Speech

નવી દિલ્હી: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)એ ભારતમાં ગુમ થયેલી મહિલાઓ અને છોકરીઓની સંખ્યા અંગે એક નવો આંકડો જાહેર કર્યો છે. એનસીઆરબીના ડેટાને ટાંકીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે માત્ર વર્ષ 2021માં જ 18 વર્ષથી વધુ ઉંમરની 3,75,058 મહિલાઓ દેશભરમાંથી ગુમ થઈ ગઇ છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાંથી 2019થી 2021 સુધીમાં સૌથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે.

આંકડા અનુસાર, મધ્ય પ્રદેશમાં વર્ષ 2019માં 52,119, 2020માં 52,357 અને 2021માં વર્ષ 55,704 મહિલાઓ, જ્યારે મહારાષ્ટ્રમાં વર્ષ 2019માં 63,167, 2020માં 58,735 અને વર્ષ 2021માં 56, 498 મહિલાઓ ગુમ થઇ ગઇ છે.

આ પણ વાંચો-છેલ્લા પાંચ વર્ષમાં IIT વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ આત્મહત્યા સહિત મહત્વપૂર્ણ શોર્ટ ન્યૂઝ

વર્ષ 2021માં કુલ 90,113 છોકરીઓ (જે 18 વર્ષથી ઓછી ઉંમરની છે) ગાયબ થઇ ગઇ, જેમાં સૌથી વધારે 13,278 પશ્ચિમ બંગાળની છે.

દેશભરમાંથી કુલ વર્ષ 2019થી 2021 વચ્ચે કુલ 10,61,648 મહિલાઓ ગુમ થઇ ગઇ છે. આ સાથે જ આ સમયગાળામાં 2,51,430 છોકરીઓ ગુમ થઈ ગઇ છે.

ગૃહ મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું, મહિલાઓ વિરૂદ્ધ અપરાધોની તપાસ અને અભિયોજના સહિત કાનૂન અને વ્યવસ્થા બનાવી રાખવા સંબંધિત રાજ્ય સરકારોની જવાબદારી છે.

તેમાં જાતીય ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી કરવા માટે ફોજદારી કાયદો (સુધારા) અધિનિયમ, 2013 ના અમલ સહિત મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલી સંખ્યાબંધ પહેલોનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો-ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટે બે આરોપીઓને આપ્યા શરતી જામીન

 

Back to top button