ગુજરાતવિશેષ

સુરતમાં સ્વચ્છતાના સૈનિકોને જ પગાર ન ચૂકવાતા રોષ, રહી રહીને જાગ્યું તંત્ર

Text To Speech

સુરતમાં સ્વચ્છતા સૈનિકોને જ પગાર મળવામાં વિલંબ થવાને કારણે તેમને ખૂબ હાલાકી પડી હતી. તંત્રની આળસને કારણે સુરતની નવી સિવિલને સ્વચ્છ રાખનાર 550 જેટલા કર્મચારીઓને માર્ચ મહિનાનો પગાર મળવામાં વિલંબ થયો છે. આ સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ આધારીત છે. જેમાં વર્ગ ચારના 400 સહિત કુલ 550 જેટલા કર્મચારીઓને માર્ચ મહિનાનો પગાર ગત શુક્રવાર સાંજ સુધી કરવામાં નહોતો આવ્યો. જેના કારણે તેમનું દૈનિક જીવન ખોરંભે ચડી ગયુ.

કેટલાક કમર્ચારીઓને ઘરવખરીનો સામાન લેવા માટે ઉછીના પૈસા માંગવાની નોબત આવી છે તો અમુકને આવવા -જવાના ભાડામાં પણ તકલીફ પડી રહી છે. આ કમર્ચારીઓને ઘણી વખત સમય પર પગાર કરવામાં આવતો નથી.નોધનીય છે કે સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં ગ્રાન્ટ એપ્રિલના પ્રથમ અઠવાડીયામાં મોકલવાને બદલે છેક ગત તા.18મીએ રાત્રે ફાળવામાં આવી હોવાનું સુત્રોએ કહ્યુ હતુ. કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીનાં નામ સહિતનું લીસ્ટ સિવિલમાં સમયસર મોકલ્યુ ન હતુ. આમા સરકારની લાલિયાવાડી તો છે જ પણ આ સાથે સિવિલના અમુક કર્મચારીઓ કામગીરી યોગ્ય કરતા ન હોવાથી કોન્ટ્રાકટના કર્મચારીને પગાર થયો નથી. જેથી કેટલાક કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. આખરે સિવિલ તંત્રએ કર્મચારીનો પગાર કરતા રાહત અનુભવી હતી.

Back to top button