

રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ રખાઈ છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં CCCની પરીક્ષા પણ મોકૂફ રખાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમાં ગુજરાત યુનિવર્સિટીએ પાગળો બચાવ કરતા જણાવ્યું છે કે ટેકનિકલ ખામીને કારણે છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત: માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી, તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ – અમિત ચાવડા
અનેક પરીક્ષાર્થીઓ વહેલા આવી ગયા
અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં આવી પરીક્ષાના આયોજન કરવા બાબતે તથા તેના માટે જરૂરી એન્ટ્રી પાસ ડાઉનલોડ કરવા મેસેજ પણ દરેકને યુનિવર્સિટીએ મોકલાવેલો હતો અને ગઈકાલે એટલે કે પરીક્ષાના એક દિવસ અગાઉ રાતના સમયે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પરીક્ષાર્થીઓને પણ આ અંગે મોડા મેસેજ કરીને જાણ કરી હતી. તેથી પોરબંદર, ભુજ, હિંમતનગર, પાલનપુર, સુરત, વલસાડ, ભરૂચ વગેરે જેવા દુરના જિલ્લા તથા ગામડાના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અનેક પરીક્ષાર્થીઓ વહેલા આવી ગયા હતા. જે હવે પરીક્ષા આપ્યા વિના પરત જશે અને ફરીથી પરીક્ષા આપવા આવશે.
જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા પણ રદ
આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.