ગુજરાત

શંખેશ્વરમાં જૈન મંદિરની ગૌશાળાનું દબાણ તોડતા ગૌપ્રેમીઓમાં આક્રોસ

Text To Speech

શંખેશ્વરમાં જૈન મંદિરની ગૌશાળાનું દબાણ તોડાતા આક્રોસ ફાટી નિકળ્યો છે. જેમાં ગૌશાળાનું ગોડાઉન દબાણમાં હોવાની અરજી થઈ હતી. તથા શંખેશ્વર દબાણ કર્તાઓમાં ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે દબાણોનો રાફડો ફાટયો છે.

અરજી થતાં મંગળવારે કાર્યવાહી હાથ ધરાઈ

વઢીયાર પંથકના સુપ્રસિદ્ધ જૈન યાત્રાધામ શંખેશ્વર જ્યાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં જૈન યાત્રાળુઓ દર્શનાર્થ આવતા હોય છે. શંખેશ્વર જૈન તિર્થમાં અનેક દેરાસરો અને ધર્મશાળાઓ આવેલી છે. ત્યારે વિરમગામ હાઈવે પર આવેલા જૈન શ્રુતિ મંદિર સંચાલિત ગૌશાળાનું બાંધકામ વરંડાની દીવાલ આશરે 400 મીટર લાંબી અને 30 ફૂટ ઉંચી અને ગોડાઉન દબાણમાં હોવાની અરજી થતાં મંગળવારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં શંખેશ્વર મામલતદાર બી. ડી. કટેરાએ જણાવ્યું હતું કે, જિલ્લા લેન્ડ ગ્રેબીંગમાં સર્વ નંબર 294/1અને 294/2ની સરકારી જમીનમાં દબાણ થયાની અરજીના અનુસંધાને જીલ્લા લેન્ડ ગ્રેબીંગ સમીતિ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ગૌપ્રેમીઓમાં નારાજગી

આ કામગીરીમાં શંખેશ્વર પોલીસ બંદોબસ્ત સાથે શંખેશ્વર સર્કલ ઓફિસર દીનેશ ઠાકોર, રેવન્યુ તલાટી નરેસભાઈ તેમજ શંખેશ્વર પી.આઈ. ડી.ડી. ચૌધરી હાજર રહ્યાં હતા. આ કાર્યવાહી કરાતાં શંખેશ્વર દબાણ કર્તાઓમાં ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો હતો. નોંધનીય છે કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે દબાણોનો રાફડો ફાટયો છે. ત્યારે શંખેશ્વર અને ડીસામાં ગૌશાળાની જગ્યા દબાણમાં હોવા મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ગૌપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

Back to top button