ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ, જાણો કયા કરાઇ હીટવેવની આગાહી
- અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન
- કંડલામાં સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી નોંધાયુ
- 41.1 ડિગ્રી તાપમાન પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ છે. જેમાં કંડલામાં સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી નોંધાયુ છે. તેમજ મહુવામાં 41.8 ડિગ્રી, કેશોદમાં 41.1 ડિગ્રી તથા અમદાવાદમાં 40.7 ડિગ્રી, ભાવનગરમાં 40.5 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 40 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન છે.
આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ
પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી
પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તથા સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક યલો એલર્ટ જાહેર કરાયુ છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન અપાઈ છે. તથા ભેજનું પ્રમાણ અને ગરમીના કારણે લોકોને અકળામણ અનુભવાય છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર ગયુ છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર છે. તેમજ કંડલામાં સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી રહ્યું છે. તથા અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન છે.
41.1 ડિગ્રી તાપમાન પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા
તાપમાનની વાત કરીએ તો અમદાવાદ 40.7 ડિગ્રી, ગાંધીનગર 40.0 ડિગ્રી તેમજ વડોદરા 40.2 ડિગ્રી તથા સુરત 39.8 ડિગ્રી, કંડલા 42.4 ડિગ્રી, અમરેલી 41.5 ડિગ્રી, ભાવનગર 40.5 ડિગ્રી, રાજકોટ 41.5 ડિગ્રી તથા મહુવા 41.8 ડિગ્રી અને કેશોદમાં 41.1 ડિગ્રી તાપમાન પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.