બટાકાને ન કરતા ડાયટથી બહારઃ તેના નુકસાન નહીં, ફાયદા પણ છે
- બટાકાને અનહેલ્ધી માનીને તેને અવોઇડ ન કરવા જોઇએ
- બટાકામાં રહેલુ કાર્બોહાઇડ્રેટ જો સારી રીતે કન્ઝયુમ થાય તો તે હેલ્ધી છે
- બટાકામાં ઘણા બધા ન્યુટ્રિશન અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે
બટાકાને ઘણા લોકો અનહેલ્ધી શાક માને છે. એવુ માનવામાં આવે છે કે બટાકા ખાવાથી મેદસ્વીતા અને ડાયાબિટીસનો ખતરો રહે છે. બટાકાને અનહેલ્ધી માનીને તેને અવોઇડ ન કરવા જોઇએ. મોટાભાગના લોકો વેફર્સ કે ફ્રેન્ચપફ્રાઇઝના રૂપમાં બટાકા ખાય છે. જે સંપુર્ણપણે અનહેલ્ધી છે. બટાકામાં રહેલુ કાર્બોહાઇડ્રેટ જો સારી રીતે કન્ઝયુમ થાય તો તે આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બટાકામાં ઘણા બધા ન્યુટ્રિશન અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે આરોગ્ય માટે ફાયદાકારક છે.
ફાઇબરથી ભરપૂર છે બટાકા
એક બટાકાને જો છાલ સાથે ખાવામાં આવે તો તેમાં પાંચ ગ્રામ ફાઇબર હોય છે. જે દિવસભરની જરુરિયાને 20 ટકા પુર્ણ કરે છે. બટાકા ખાવાથી પેટ મોડે સુધી ભરેલુ રહે છે. તે બોવેલ મુવમેન્ટને યોગ્ય કરવામાં મદદ કરે છે. તેનાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ સુધરે છે. કબજિયાતની સમસ્યા થતી નથી. ફાઇબરની માત્રા બ્લડ શુગરને મેઇન્ટેન કરવામાં મદદ કરે છે.
ગટ હેલ્થ માટે ફાયદાકારક
જો તમે તમારી આંતરડાની હેલ્થને યોગ્ય રાખવા ઇચ્છો છો તો બટાકા ખાવા ફાયદાકારક છે. સફેદ બટાકામાં એમિલોઝ સ્ટાર્ચ હોય છે, જે પ્રીબાયોટિકની જેમ કામ કરે છે. તે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને જન્મ આપે છે. આ સ્ટાર્ચ બ્લડ સુગર રિસ્પોન્સને ઘટાડે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને યોગ્ય બનાવે છે. સાથે કોલન કેન્સરથી પણ બચાવે છે.
વિટામીન સીથી ભરપુર
વિટામીન સી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવીને બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે. સાથે સેલ્સને પ્રોટેક્ટ કરે છે અને કોલેજનને બનવામાં મદદ કરે છે. વ્હાઇટ બટાકા વિટામીન સીનો સારો સોર્સ છે.
પોટેશિયમથી ભરપૂર હોય છે
બટાકામાં પોટેશિયમ મિનરલ્સની પણ સારી એવી માત્રા હોય છે. જેના વિશે બહુ ઓછી વાત કરવામાં આવે છે. બટાકામાં રહેલુ પોટેશિયમ હાર્ટ હેલ્થ અને મસલ્સના ફંકશનમાં મદદ કરે છે અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
હાર્ટની હેલ્થ બગડતી નથી
ઘણા બધા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે બટાકા ખાવાથી હાર્ટ હેલ્થ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીસ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને હાઇપરટેન્શનના ખતરાના કોઇ પુરાવા મળ્યા નથી. બટાકાની છાલમાં વિટામીન બી3 અને પોટેશિયમની માત્રા હાર્ટ હેલ્થ સુધારે છે.
આ પણ વાંચોઃ 35 વર્ષ બાદ આખરે વજન ઘટાડવાનું કેમ બની જાય છે મુશ્કેલ?