ધર્મ

એકાદશીના શ્રાદ્ધમાં બસ આટલું કરી લો, સાત પેઢીના પૂર્વજો તૃપ્ત થઈ જશે

Text To Speech

વર્ષની 24 એકાદશીમાં પિતૃપક્ષમાં આવતી એકાદશીનું ખૂબ મહત્વ છે. તેને ઈન્દિરા એકાદશી કહેવામાં આવે છે.પદ્મ પુરાણ અનુસાર, ઈન્દિરા એકાદશીના ઉપવાસ, સવારે ભગવાન વિષ્ણુની પૂજા અને બપોરે શ્રાદ્ધ કરવાથી પિતૃઓની સાત પેઢીઓ તૃપ્ત થાય છે. આ દિવસે સાત પેઢીના પૂર્વજોના નામે દાન કરવામાં આવે તો તેમને વૈકુંઠમાં સ્થાન મળે છે. આ એક માત્ર એકાદશી છે જે શ્રાદ્ધ પક્ષમાં આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ એકાદશી 21 સપ્ટેમ્બર 2022 ના રોજ એટલે કે આજે છે.

આ પણ વાંચો: World Alzheimer’s Day: શું છે અલ્ઝાઈમર? કેવી રીતે મનુષ્યોને અસર કરે છે

પિતૃ પક્ષ એકાદશી શ્રાદ્ધ 2022 તારીખ:

  • આસો કૃષ્ણ પક્ષ એકાદશી તિથિ શરૂ થાય છે – 20 સપ્ટેમ્બર 2022 રાત્રે 09.26 વાગ્યે થી
  • અશ્વિન કૃષ્ણ પક્ષ એકાદશીની તારીખ સમાપ્ત થાય છે – 21 સપ્ટેમ્બર 2022 રાત્રે 11.34 કલાકે

પિતૃપક્ષ એકાદશી પર શું કરવું:

આ એકાદશી પર આટલું કામ કરવાથી પિતૃ દોષ હોય તો દૂર થાય છે અને પુર્વજોને સંતુષ્ટિ મળે છે.

  • શ્રાદ્ધ પક્ષની ઇન્દિરા એકાદશીના દિવસે પાણીમાં કાળા તલ ભેળવીને તર્પણ કરવાથી પિતૃદોષનો અંત આવે છે.
  • આ દિવસે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણોને અથવા જીવોને ખવડાવીને ભોજન લેવા થી પૂર્વજોની સાત પેઢીઓને તૃપ્તી મળે છે. એવું કહેવાય છે કે જેઓ એકાદશી પર શ્રાદ્ધ કરે છે તેમને તમામ વેદોનું જ્ઞાન મળે છે.
  • તર્પણ અને પિંડદાન સિવાય એકાદશી પર કપડાં, અનાજ, કાળા તલ, ગોળ-ઘી અને મીઠું દાન કરવું શ્રેષ્ઠ છે. એવું કહેવાય છે કે જે પિતૃઓ જાણ્યે-અજાણ્યે પોતાનાં કૃત્યોને લીધે યમરાજની સજા ભોગવી રહ્યા છે, તેઓને તેમનાથી મુક્તિ મળે છે.
  • ખાસ કરીને એકાદશીના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાનો નિયમ છે. આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે

પિતૃ પક્ષ એકાદશી પર શું ન કરવુંઃ

  • શ્રાદ્ધ પક્ષની એકાદશીના દિવસે જો કોઈ જરૂરિયાતમંદ અથવા ગરીબ દરવાજા પર આવે તો તેને ક્યારેય ભગાડવો નહીં. તેના માટે ભોજનની વ્યવસ્થા કરો અથવા થોડી દાન દક્ષિણા પણ આપો.
  • એકાદશીના દિવસે પૂર્વજો તમને કોઈપણ સ્વરૂપમાં મળવા આવી શકે છે, તેથી આ દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. વડીલોનું સન્માન કરો. તમારી વાણી પર સંયમ રાખો.
Back to top button