‘આપણા જ પક્ષે નુકસાન કર્યું, ભાજપે નહીં’, હાર બાદ કોંગ્રેસ નેતાએ ઠાલવી વ્યથા
- છેલ્લે છેલ્લે AAP ધારાસભ્યો સમજી ગયા હતા કે જ્યારે લોકો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વોટ આપે છે, તો શક્ય છે કે તેઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં AAPને વોટ નહીં આપે: ઉદિત રાજ
દિલ્હી, 8 જુલાઈ: દિલ્હીની નોર્થ-વેસ્ટ લોકસભા સીટ પરથી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ નેતા ઉદિત રાજે પોતાની વ્યથા ઠલવી છે. તેમણે પોતાની હાર માટે AAPને જવાબદાર ગણાવી છે અને કહ્યું છે કે, ‘દિલ્હી બીજેપીના આંતરિક સર્વેમાં એ વાત પ્રકાશમાં આવી હતી કે હું જ જીતતો હતો. પરંતુ મને મારા જ પક્ષ દ્વારા આંતરિક રીતે નુકસાન થયું છે.’ ઉદિત રાજે આગળ કહ્યું, ‘છેલ્લે છેલ્લે AAPના ધારાસભ્યો સમજી ગયા કે જ્યારે લોકો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મત આપે છે, ત્યારે શક્ય છે કે તેઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં AAPને મત નહીં આપે.’
આપણી જ પાર્ટીના કાર્યકરોએએ મારો ખેલ પાડ્યો: ઉદિત રાજ
ઉદિત રાજે વધુમાં કહ્યું કે, ‘આંતરિક રીતે ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં 2 મહિનાથી મારી વિરુદ્ધ ષડયંત્ર ચલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ અને જાટ વિરોધી ઝુંબેશ ચલાવી અને કહેવામાં આવ્યું કે હું બહારનો વ્યક્તિ છું. ભાજપે કંઈ ખોટું કર્યું નથી. દિલ્હીમાં સ્થાનિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ઘણા કોંગ્રેસીઓ છે પરંતુ ભાજપે કોઈપણ સ્તરે વિરોધ કર્યો નથી પરંતુ અમારી જ પાર્ટીના કાર્યકરોએ મારી વિરુદ્ધ ખેલ ખેલ્યો હતો. જેઓ કોંગ્રેસમાં નુકસાનનું કારણ છે તેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના આંતરિક સર્વેમાં હું જીતતો હતો પણ મારી જ પાર્ટીએ મને નુકસાન પહોંચાડ્યું હતું અને મને હાર મળી છે.’
દિલ્હીની સાત બેઠકમાંથી ઈન્ડી ગઠબંધને એક પર પણ ના મેળવી જીત
લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ ચૂંટણી AAP અને કોંગ્રેસે ગઠબંધન કરીને લડી હતી. આ અંતર્ગત આમ આદમી પાર્ટીએ ચાર અને કોંગ્રેસ પાર્ટી ત્રણ સીટો પર ચૂંટણી લડી હતી અને તમામ બેઠકો પર બંને પક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો અને દિલ્હીની સાતેય બેઠકો ઉપર ભાજપે જીત મેળવી હતી.
2019 પછી ભાજપનો છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો ઉદિથ રાજે
એક સમયે ઈન્ડિયન જસ્ટિસ પાર્ટીની સ્થાપના કરનાર ઉદિત રાજે 2014માં પોતાની પાર્ટીને બીજેપીમાં ભેળવી દીધી હતી. આ પછી, તેઓ 2014 થી 2019 સુધી ઉત્તર પશ્ચિમ દિલ્હીથી સાંસદ હતા. આ પછી તેઓ ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડાઈમાં ઉદિત રાજને મેદાનમાં ઉતાર્યા હતા.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં એક પણ બેઠક ન જીતવા માટે કોંગ્રેસે AAPને જવાબદાર ગણાવી..!