આપણા આયુષ્યમાં થશે વધારો! અભ્યાસમાં સામે આવ્યું આશ્ચર્યજનક તારણ!
- 2050 સુધીમાં વૈશ્વિક આયુષ્યમાં પુરૂષોમાં 4.9 વર્ષનો વધારો થવાની ધારણા
- સ્ત્રીઓમાં 4.2 વર્ષનો વધારો થવાની ધારણા
- લોકો ખરાબ સ્વાસ્થ્ય સાથે વર્ષો પસાર કરે તેવી શક્યતા
નવી દિલ્હી, 17 મે: એક નવા અભ્યાસ અનુસાર ભૌગોલિક, મેટાબોલિક અને પર્યાવરણીય જોખમો હોવા છતાં, 2050 સુધીમાં વૈશ્વિક આયુષ્યમાં પુરૂષોમાં 4.9 વર્ષ અને સ્ત્રીઓમાં 4.2 વર્ષનો વધારો થવાની ધારણા છે.
જો કે, ધ લેન્સેટ જર્નલમાં આજે પ્રકાશિત થયેલા ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી (GBD) 2021ના નવીનતમ તારણો પર આધારિત અભ્યાસ દર્શાવે છે કે લોકો સારા સ્વાસ્થ્યમાં નહીં પરંતુ ખરાબ સ્વાસ્થ્યમાં અને અનેક રોગો સાથે વધુ વર્ષો પસાર કરે તેવી શક્યતા છે.
વધતી જતી ઉંમર અને ખરાબ જીવનશૈલીને કારણે અનેક બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. ઘણા કિસ્સાઓમાં, અમુક રોગ આનુવંશિક પણ હોય છે. એવું કહેવાય છે કે હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓ પણ જીન્સને કારણે થાય છે, પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ ગંભીર બીમારીઓ થવાનું મુખ્ય કારણ નબળી જીવનશૈલી છે. તેની સાથે ખાવા-પીવાની રીત પણ રોગોને પ્રોત્સાહન આપે છે.સંશોધકોએ ખરાબ સ્વાસ્થ્ય પાછળ કારણ આપતા જણાવ્યું કે ચેપી રોગો જેવા કે, માતૃત્વ, નવજાત અને પોષણ-સંબંધિત રોગો (CMN) થી લઈને બિનચેપી રોગો આમાં મહત્વનો ભાગ ભજવે છે – જેમ કે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, કેન્સર, ક્રોનિક અવરોધક પલ્મોનરી રોગ અને ડાયાબિટીસ.
2050માં વૈશ્વિક આયુષ્ય વધીને 78.1 વર્ષ થવાનો અંદાજ છે (4.5 વર્ષનો વધારો).
“એકંદરે આયુષ્ય વધવા ઉપરાંત, અમે જોયું કે ભૌગોલિક પ્રદેશોમાં આયુષ્યમાં અસમાનતા ઘટશે,” ક્રિસ મુરે,જે આરોગ્ય મેટ્રિક સાયન્સના અધ્યક્ષ અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ખાતે ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME) ના ડિરેક્ટર જણાવ્યું હતું. વધુમાં મુરેએ કહ્યું, “આ વધતા ચયાપચય અને આહારના જોખમી પરિબળો, ખાસ કરીને જીવનશૈલીના પરિબળો જેમ કે હાઈ બ્લડ સુગર, હાઈ બોડી માસ ઈન્ડેક્સ અને હાઈ બ્લડ પ્રેશરના નિદાનથી વૈશ્વિક રીતે લોકોની જીવનશૈલી સુધારવાની આ વિશાળ તક છે.”