OTT Play Awards: કાજોલ, અનિલ કપૂરથી કાર્તિક આર્યન કોણે કરી કેવી ફેશન?
OTT Play Awards 2023: મુંબઈમાં ગઈકાલે રાત્રે ઓટીટી પ્લે એવોર્ડ્સમાં બોલિવુડની ઘણી બધી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. મહેમાનોની યાદીમાં કાજોલ, અનિલ કપૂર, રકુલ પ્રીત સિંહ, કાર્તિક આર્યન, અલાયા એફ, શોભિતા ધુલીપાલા, રાજકુમાર રાવ, મિથિલા પાલકર, એલનાઝ નોરોઝી, સઈ માંજરેકર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. રેડ કાર્પેટ પર આ સેલિબ્રિટીઝ આકર્ષક લુકમાં સજ્જ થઈને પહોંચ્યા હતા. જ્યારે કેટલાક વસ્ત્રોના લીધે અદભૂત દેખાતા હતા, તો કેટલાક એવોર્ડ ફંકશનમાં વિચિત્ર ફેશન કરીને પણ આવ્યા હતા. જુઓ એવોર્ડ શોમાં કોણે શું પહેર્યું હતું? જુઓ એવોર્ડ શોમાં કોણે શું પહેર્યું હતું?
કાજોલ
View this post on Instagram
કાજોલ એવોર્ડ ફંકશનમાં બ્લેક બોડીકોન ગાઉનમાં જોવા મળી હતી. તેણે સ્ક્વેર નેકલાઇનના ગાઉન સાથે ફુલ સ્લીવ પહેરી હતી. એન્કલ લેન્થના હેમલાઇન પણ પહેર્યા હતા. સ્મોકી આઇશેડો અને સિલ્કી લોંગ હેરથી તે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
અનિલ કપૂર
અનિલ કપૂર ઓટીટી પ્લે એવોર્ડમાં ડીપર બ્લેક સુટમાં જોવા મળ્યો હતો. તેણે અદભૂત ફિટિંગવાળા કપડા પહેર્યા હતા. સ્ટ્રેઇટ પેન્ટ અને ડ્રેસ શુઝ તેમજ સનગ્લાસથી તે શોભી રહ્યો હતો. સિગ્નેચર ગણાતી તેની મુછો અને સાઇડમાં પાર્ટ કરેલા વાળથી તે ઓટીટી એવોર્ડનું આકર્ષણ બન્યો હતો.
કાર્તિક આર્યન
View this post on Instagram
કાર્તિક આર્યન સ્લીક ગ્રે કલરના સુટમાં ક્લાસિક લાગતો હતો. તેની હેરસ્ટાઇલ પણ તેને શોભતી હતી. સારી સ્ટાઇલ માટે જાણીતો કાર્તિક ડેસિંગ પર્સનાલિટીમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ “ક્રિકેટ સાથે મારે કોઈ સંબંધ નથી, વૉટ્સએપ મેસેજ પર વિશ્વાસ ન કરો” રતન ટાટાને કેમ આવું કહેવું પડ્યું ?