અન્ય પાસે બહાના મજબૂત તો વિકલાંગ પાસે મજબૂત ઇરાદા

“મનકે હરે હાર મન કે જીતે જીત” સફળતા મેળવા લોકો જયારે પરિસ્થિતિના બહાના કરતા હોય છે ત્યારે અમદાવાદની એક ૨૩ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ દિકરી પોતાના મજબુત ઈરાદાથી એ સાબિત કરી દીધું કે વિકલાંગતા એ ફક્ત માણસના વિચારોમાં છે, જેને કંઈક કરવું હોય છે એના માટે મુશ્કેલીઓ જ સફળતાનો રસ્તો બની જાય છે. જન્મથી જ અંધ અને હાલમાં અંધજન મંડળ ખાતે બી.એડનો અભ્યાસ કરી રહેલ નિરમા ઠાકરડા યુ.કેમાં યોજાનાર ફૂટબોલ વલ્ડ કપમાં ભાગ લેવા જઈ રહી છે. તેમનું આગામી સમયમાં યુ.કે ખાતે રમનાર ફૂટબોલ લીગમાં સિલેકશન કરવામાં આવ્યું છે . સફળતા માટે મજબુત ઈરાદા હોવા જોઈએ બાકી બહાનાતો સૌ પાસે છે આ વાતને નિરમા ઠાકરડાએ સાબિત કરી દેખાડ્યું છે.

એચડી સાથે વાતચિતમાં સામે આવી ખીસ વાત

નિરમાએ હમ દેખેંગે ન્યૂઝની ખાસ વાતચિતમાં જણાવ્યું કે તેમને cristiano ronaldo ખુબ જ ગમે છે અને એ એમની જેમ રમવા ઈચ્છે છે. નિરમાએ વધુ ઉમેરતા એ પણ જણાવ્યું કે એને કપડાનો બહુ શોખ છે. ગરીબ પરિવારની નિરમા માતા પિતાને ગૌરવ મેહસૂસ કરાવવા માંગે છે. એમને વધુ ઉમેરતા કહ્યું કે મારા પિતાનું ગતવર્ષે મુત્યુ થયું હતું. તેવો ઈચ્છતા હતા કે હું કોઈ સરકારી નોકરી કરું જે સપનું હું પુરી કરવાની કોશિશ કરું છું.
માતા ઘરકામ કરી હાલ ચલાવે છે ઘર
વડાલી તાલુકાના રહડા ગામની રહેનાર નિરમા મનુભાઈ ઠાકોર એક ગરીબ પરિવારની દિકરી છે. પણ ફુટબોલ તરફ એમને પોતાની કાબીલયત બતાવી છે. નિરમાની ગેમ પ્રત્યે કાબીલયતના લીધે ભારતીય ફૂટબોલ ટીમમાં એમનું સિલેકશન કરવામાં આવ્યું છે. નિરમા જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવાની સાથે સાથે ભણવામાં ખુબ જ હોશિયાર હતી તેથી પિતાએ મજુરી કામ કરી બે દિકરીને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરાવી હતી. તેમના પિતાનું ગત વર્ષે મુત્યુ થતા પરિવારનો ભાર માતા પર આવી ગયો જેના લીધે માતા ઘરકામ કરી હાલ ઘર ચલાવે છે.
3 ગોલ ફટકારી ગુજરાતની ટીમને જીતાડી
કપરી સ્થિતિના લીધે નિરમા અંધજન મંડળમાં અભ્યાસ કરવા ગઈ હતી ત્યાં તેમને વિષ્ણુ વાઘેલા નામના યુવક અને અનેક ખેલાડી સાથે સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી તેમને ફૂટબોલ રમવામાં રસ લાગ્વા લાગ્યો હતો. ફૂટબોલ રમવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ તેમને દિવસ રાત જોરદાર મેહનત કરી પોતાનું આગવું કૌશલ્ય ફૂટબોલમાં બતાવી રાજ્યકક્ષાની ટીમમાં સામેલ થયા હતા જે બાદ નેશનલમાં સિલેક્ટ થઇ સ્ટાઇકર અને ડિફેન્ડિંગ કરી 3 ગોલ ફટકારી ગુજરાતની ટીમને વિજેતા બનાવી હતી જેથી ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન દ્વારા તેમનું દેશની ફૂટબોલ ટીમમાં બીજા નંબરના ખેલાડી તરીકે સિલેકશન કરવામાં આવ્યું હતું.

નિરમા ૧૧ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન યુ.કેમાં
નિરમા એક વર્ષની રમત દરમિયાન બે વાર નેશનલ, એક વાર ઝોનલ અને એકવાર એશિયા ચેમ્પિયનશિપ રમી પોતાની રમત માટે ધગશ બતાવી અનેક ખિતાબ પોતાના નામે કર્યા છે. નિરમા ૧૧ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન યુ.કેમાં યોજનાર આઠ દેશોની વલ્ડકપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જહી રહી છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસામાં મોડી સાંજે વરસાદી ઝાપટું