40 દિવસમાં જ બ્રિટનના વડાપ્રધાનને હટાવવાની ઉઠી માંગ, શુ ઋષિ સુનક બનશે વડાપ્રધાન?
બ્રિટનની રાજનીતિનો હવે ફરી પાછો વડાંક આવ્યો છે. લિઝ ટ્રસ 6 સપ્ટેમ્બરના રોજ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા. તેમને સત્તા સંભાળ્યાને માત્ર 42 દિવસ થયા છે. આ સમય દરમિયાન બ્રિટિશ રાજનીતિમાં તેમને હટાવવાની અટકળો શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો આ સપ્તાહના અંત સુધીમાં લિઝ ટ્રસને હટાવવાનો પ્રયાસ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના 100થી વધુ સાંસદો ટ્રસ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ અટકડોની વચ્ચે શુ ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન બની શકે છેની પણ વાતો વહેતી થઈ છે.
બ્રિટનના વડાપ્રધાનને હવે હટાવવાની માંગ
વડા પ્રધાન પદ માટે નવા નિયુક્ત થયેલ લિઝ ટ્રસની વિરુદ્ધમાં અન્ય શાસંદો ઉતરી ગયા છે. તે પાછળનુ કારણ લિઝએ ચુટંણી પહેલા આપેલા વચનો છે જે વચનો જ હવે તેમના ગળામાં ફાંસો બની ગયા છે. ટ્રસ સરકાર મોંઘવારીને કાબૂમાં લેવાના વચનો બાદ તે વચનો પુરા કરવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે. જેના કારણે બ્રિટનમાં રાજકારણ ગરમાય રહ્યુ છે તેમજ નાંણા પ્રધાન ક્વાસી ક્વાર્ટેંગ, જેમણે વચનોને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે રાજીનામું આપવું પડ્યું છે. ક્વાર્ટેંગના નિર્ણયો અને સતત ટીકાને કારણે અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયુ છે. ત્યારે સાંસદો વડાપ્રધાનને હટાવાના નિર્ણયને વળગી રહ્યા છે
અર્થતંત્ર પાટા પરથી ઉતરી જતા નાણા પ્રધાને રાજીનામુ આપવુ પડ્યુ
બ્રિટનના નાણા પ્રધાન ક્વાસી ક્વાર્ટેંગને 14 ઓક્ટોબરે વડા પ્રધાન લિઝ ટ્રસ દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. ક્વાર્ટેંગ માત્ર 38 દિવસ સુધી આ સ્થિતિમાં રહ્યો. બ્રિટનમાં નાણાપ્રધાન માટે આ બીજી સૌથી ટૂંકી મુદત હતી. માત્ર ઇયાન મેકલિયોડનો કાર્યકાળ તેમના કરતા ઓછો રહ્યો છે. નાણામંત્રી બન્યાના 30 દિવસ બાદ મેકલિયોડનું 1970માં અવસાન થયુ હતુ જેના કારણે તેમનો કાર્યકાળ ટુકો રહ્યો હતો. ક્વાર્ટેંગે બ્રિટનની પ્રતિષ્ઠિત એટોન કોલેજમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં બીએ અને પીએચડી કર્યું. રાજકારણમાં જોડાતા પહેલા, ક્વાર્ટેંગ એક અખબાર માટે કટારલેખક અને નાંણાકીય સેવાઓમાં વિશ્લેષક તરીકે કામ કર્યું હતું.
ઋષિ સુનક બનશે નવા વડા પ્રધાન ?
બ્રેક્ઝિટ સમર્થક ક્વાર્ટેંગે બ્રેક્ઝિટ પછી બોરિસ જોહ્ન્સનને ટેકો આપ્યો હતો. ક્વાર્ટેંગે જ્હોન્સનની સરકારમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. જ્હોન્સનના રાજીનામા પછી, ક્વાર્ટેંગે લિઝ ટ્રુસની ઉમેદવારીને ટેકો આપ્યો. વડા પ્રધાન બન્યા પછી, ટ્રુસે ક્વાર્ટેંગને નાણા પ્રધાન બનાવ્યા. ક્વાર્ટેંગ આ પદ સંભાળનાર પ્રથમ અશ્વેત નેતા છે.લિઝ ટ્રુસે 6 સપ્ટેમ્બરે શપથ લીધા હતા. 23 સપ્ટેમ્બરના રોજ, ક્વાર્ટેંગે નવી સરકાર વતી મીની બજેટ રજૂ કર્યું. આમાં ક્વાર્ટેંગે નવી આર્થિક નીતિની જાહેરાત કરતા જ વિવાદ શરુ થયો હતો. ત્યારે ટ્રુસની સરકારથી નારાજ અન્ય નેતાઓ તેમને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ઋષિ સુનકને હવે નવા વડાપ્રધાન બનાવવાની અટકડો પણ વહેતી થઈ છે.
આ પણ વાંચો:બ્રિટનના પીએમ બન્યા લિઝ ટ્રુસ, આ મુદ્દાઓ પર જીત્યા બાજી