ઓસ્કર 2023 : 62 વર્ષમાં પહેલીવાર આવું થયું, ઓસ્કરનું કાર્પેટ હવે આ રંગમાં જોવા મળશે
હોલીવુડ હોય કે બોલિવૂડ, એવોર્ડ સમારોહનું ઘણું મહત્વ હોય છે. કોઈપણ એવોર્ડ શોમાં રેડ કાર્પેટ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આજે એવોર્ડ સમારંભમાં રેડ કાર્પેટ પર દરેક જગ્યાએ સ્ટાર્સ ચમકતા જોવા મળે છે. આ રેડ કાર્પેટ પર ચાલીને સ્ટાર્સ તેમના સ્પેશિયલ લુક અને ડ્રેસિંગ સ્ટાઈલને ફ્લોન્ટ કરે છે. તે ચમકદાર અને ગ્લેમર સાથે પણ સંકળાયેલું છે. હવે આ રંગમાં ઓસ્કર કાર્પેટ જોવા મળશે તેમજ તમે ભારતમાં ‘ઓસ્કાર 2023‘ આ સમયે જોઈ શકશો.
આ પણ વાંચો : Oscars 2023: ‘RRR’ ના ‘નાટુ-નાટુ’ પર આખી દુનિયા ડાન્સ કરશે, ઓસ્કર સમારોહમાં આ બે ગાયકો કરશે લાઈવ પરફોર્મન્સ
હવે આ રંગમાં ઓસ્કર કાર્પેટ જોવા મળશે
વર્ષ 1961માં શરૂ થયેલા ઓસ્કાર એવોર્ડની રેડ કાર્પેટનો રંગ બદલવામાં આવ્યો છે. 1961 એટલે કે 33મા ઓસ્કાર એવોર્ડથી દર વર્ષે રેડ કાર્પેટ બિછાવે છે. આવી સ્થિતિમાં હવે 62 વર્ષ પછી આ પરંપરા બદલાઈ છે. ઓસ્કારનું આયોજન કરતી એકેડેમી ઓફ મોશન પિક્ચર્સે આ વખતે લાલને બદલે ચળકતો સફેદ રંગ પસંદ કર્યો છે અંગ્રેજીમાં ‘શેમ્પેન’ રંગ તારીખે ઓળખવમાં આવે છે. એટલે કે હવે ઓસ્કર એવોર્ડની કાર્પેટ શેમ્પેન (ચળકતો સફેદ) રંગમાં જોવા મળશે.
આ પણ વાંચો : દીપિકા પાદુકોણે દેશને ફરી અપાવ્યું ગૌરવ : 95માં ઓસ્કારમાં સંભાળશે આ મોટી જવાબદારી
તમે ભારતમાં ‘ઓસ્કાર 2023’ ક્યારે જોઈ શકશો?
કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવો 95મો ઓસ્કર 2023 એવોર્ડ લોસ એન્જલસ ખાતે યોજાશે. એવોર્ડ ફંક્શન USમાં 12 માર્ચ 2023 ના રોજ પ્રસારિત થશે, જ્યારે ભારતમાં તમે તેને 13 માર્ચ 2023 ના રોજ સવારે 5.30 વાગ્યે જોઈ શકાશે. ટીવી પર, તમે તેને 12મી માર્ચે સાંજે 5 વાગ્યાથી એબીસી નેટવર્ક કેબલ, સિલિંગ ટીવી, હુલુ પ્લસ લાઈવ ટીવી, યુટ્યુબ ટીવી અને ફુબો ટીવી પર લાઈવ જોઈ શકો છો, જ્યારે ઓટીટી પ્લેટફોર્મ પર, તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ એવોર્ડ ફંક્શનનો આનંદ માણી શકો છો. .