

95મા ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેશન થઈ ગયા છે. આ વખતે એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત ‘નાટુ નાટુ’એ તેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગીત શ્રેષ્ઠ મૂળ ગીત શ્રેણી માટે નામાંકિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘નાટુ નાટુ’ ગીતે લેડી ગાગા અને રી-રીના ગીતોને પાછળ છોડી દીધા છે. ભારતીય સિનેમા માટે આજનો દિવસ ખરેખર એક મોટો દિવસ છે.
બેસ્ટ સાઉન્ડ સ્કોર માટે આરઆરઆરનું ‘નાટુ નાટુ’ અને શ્રેષ્ઠ દસ્તાવેજી ફીચર ફિલ્મ માટે શૌનાક સેનની ‘ઓલ ધ બ્રીઝ્સ’ નામાંકિત કરવામાં આવી છે. ભારતીયોમાં ખુશીની લહેર છે. ‘નાટુ નાટુ’ને 95 મી ઓસ્કાર એવોર્ડ માટે આરઆરઆર ફિલ્મ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે. જેના કારણે નિર્માતાઓની ખુશી બમણી થઈ છે. આ ખુશીને શેર કરતાં, તેમણે ટ્વિટર પર બધા ચાહકોનો આભાર માન્યો છે.
આરઆરઆરના ‘નાટુ નાટુ’એ શ્રેષ્ઠ સ્કોર (મોશન પિક્ચર) કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. એસ.એસ. રાજામૌલીના મેગ્નમ ઓપ્સ આરઆરઆરના લોકપ્રિય તેલુગુ ગીત ‘નાટુ નાટુ’ માટે આ ત્રીજી મોટી આંતરરાષ્ટ્રીય નામાંકન છે. બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયામાં યોજાયેલ ઓસ્કાર એવોર્ડ્સ 2023 નોમિનેશન. તેના નામાંકન હોસ્ટ રિઝ અહેમદ અને અભિનેત્રી એલિસન વિલિયમ્સ દ્વારા કરવામાં આવ્યા હતા. RRR ના નિર્દેશક SS રાજામૌલી અને The Fablemans ફિલ્મ નિર્માતા સ્ટીવન સ્પીલબર્ગ આ વર્ષના ઓસ્કાર માટે પોતાનો મત આપતી વખતે મળ્યા હતા.