Oscar 2025: 5 એવોર્ડ જીતીને અનોરાએ ઈતિહાસ રચ્યો, જુઓ આખું લિસ્ટ


HD ન્યુઝ ડેસ્ક : લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 97મો એકેડેમી એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ વર્ષે અનોરાએ શ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ જીત્યો છે. અનોરા ફિલ્મને સૌથી વધુ 5 એવોર્ડ મળ્યા છે. એડ્રિયન બ્રોડીએ બેસ્ટ એક્ટરનો ખિતાબ જીત્યો છે. તેને આ એવોર્ડ ધ બ્રુટાલિસ્ટ માટે મળ્યો હતો.
આ વર્ષે 97માં ઓસ્કાર એવોર્ડમાં કોઈ પણ ભારતીય ફિલ્મ નોમિનેશન મેળવી શકી નથી. પ્રિયંકા ચોપરા સાથે કો-પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ અનુજાને બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મમાં અંતિમ નામાંકન મળ્યું હતું, પરંતુ ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટ સામે હારી ગઈ હતી..
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
97મી ઓસ્કાર એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી (97મી ઓસ્કાર એવોર્ડ વિજેતાઓની યાદી)
શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ- એમ સ્ટીલ હીયર
શ્રેષ્ઠ અભિનેતા- એડ્રિયન બ્રોડી (ધ બ્રુટાલિસ્ટ)
શ્રેષ્ઠ દિગ્દર્શક- સેન બેકર (અનોરા ફિલ્મ)
શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ – અનોરા (સીન બેકર)
શ્રેષ્ઠ ઓરિજિનલ સોંગ-એલ માલ (એમિલિયા પેરેઝ)
શ્રેષ્ઠ ડોક્યુમેટ્રી ફીચર ફિલ્મ – નો અધર લેન્ડ
શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ – ધ સબસ્ટન્સ
શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – કોન્ક્લેવ
બેસ્ટ સાઉન્ડ- ડ્યુન: ડ્યુન: પાર્ટ 2
શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ – આઈ એમ નોટ અ રોબોટ
શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ- ફ્લો
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન – વિકેડ
શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ઇન ધ શેડો ઓફ સાયપ્રસ
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન – પોલ ટેઝવેલ (વિકેડ)
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ – ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ખાતે કર્યું સિંહ દર્શન, જુઓ વીડિયો અને તસવીરો