ટ્રેન્ડિંગમનોરંજન

‘ઔરો મેં કહાં દમ થા’નું દમદાર ટ્રેલર, ફરી રોમાન્સ કરતા દેખાયા અજય-તબ્બૂ

Text To Speech
  • તાજેતરમાં ‘ઔરો મેં કહાં દમ થા’ ફિલ્મનો ફર્સ્ટ લુક જારી થયો હતો, ત્યારથી જ ફેન્સ ટ્રેલરને લઈને ખૂબ એક્સાઈટેડ હતા. હવે ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે, જે ખૂબ ધમાકેદાર છે

13 જૂન, મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અજય દેવગણ હાલમાં તેની ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં ફેન્સ અજય દેવગણ અને તબ્બૂની રોમાન્ટિક જોડીને ફરી વખત પરદા પર જોવા લોકો એક્સાઈટેડ છે. તાજેતરમાં ‘ઔરો મેં કહાં દમ થા’ ફિલ્મનો ફર્સ્ટ લુક જારી થયો હતો, ત્યારથી જ ફેન્સ ટ્રેલરને લઈને ખૂબ એક્સાઈટેડ હતા. હવે ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે, જે ખૂબ ધમાકેદાર છે. લાંબા સમય બાદ અજય અને તબ્બૂની જોડી સિલ્વર સ્ક્રીન પર એકબીજા સાથે રોમાન્સ કરતી જોવા મળશે, જેને જોઈને લોકો ખૂબ ખુશ છે. ‘ઔરો મેં કહાં દમ થા’નું ટ્રેલર રીલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. આ ફિલ્મ 5 જુલાઈએ રીલીઝ થશે.

તબ્બૂના પ્રેમમાં પાગલ દેખાયો અજય

‘ઔરો મેં કહાં દમ થા’ ના ત્રણ મિનિટના ટ્રેલરમાં ફેન્સનું એક્સાઈટમેન્ટ ચાર ગણું વધી ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં અજય દેવગણ જેલમાં જોવા મળે છે. તેના યંગ પાત્રનો રોલ શાંતનુ માહેશ્વરી અને તબ્બૂનું પાત્ર સઈ માંજરેકરે ભજવ્યું છે. તેમની વચ્ચે જનુન વાળો પ્રેમ દર્શાવાયો છે. અજયના હાથો થયેલી અનેક લોકોની હત્યા તેને અને તબ્બૂને અલગ કરી દે છે. વર્ષો બાદ જ્યારે તે જેલમાંથી બહાર આવે છે ત્યારે બહારની દુનિયામાં જીવવું સરળ હોતું નથી. એક વાર ફરી અજય અને તબ્બૂ મળે છે. આ દરમિયાન જિમ્મી શેરગિલની પણ એન્ટ્રી થાય છે, જે જાણવા ઈચ્છે છે કે 18 વર્ષ પહેલા આખરે શું થયું હતું.

અજયની શાયરીએ જીત્યું દિલ

ટ્રેલરના અંતમાં અજય દેવગણ એક શાયરી બોલે છે. જેના એક એક શબ્દ દિલને સ્પર્શી જાય છે. તે કહે છે, ‘જબ દિલ સે ધુંઆ ઉઠા, બરસાત કા મોસમ થા.. સો દર્દ દિયે ઉસને, જો દર્દ કા મરહમ થા, હમને હી સિતમ ઢાયે, હમને હી કહર તોડે… દુશ્મન થે હમી અપને, ઓરોં મેં કહાં દમ થા’

આ પણ વાંચોઃ સ્વતંત્રતા દિવસ પર ત્રણ સુપરસ્ટારની ટક્કર, અક્ષય, અલ્લૂ અને જ્હોનની ધમાલ

Back to top button