અમદાવાદગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ગુજરાતઃ રાકેશ અસ્થાનાની માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર તરીકે નિમણૂક

Text To Speech

અમદાવાદ, 1 ડિસેમ્બરઃ ગુજરાતના પૂર્વ IPS રાકેશ અસ્થાનાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં મોટી જવાબદારી મળી છે. તેમને કેન્દ્ર સરકારે માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર બનાવ્યા છે. અસ્થાના સહિત કુલ સાત સભ્યોની મોનિટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાકેશ અસ્થાના સહિત સાત સભ્યોની મોનિટર તરીકે નિમણૂક
કેન્દ્ર સરકારે રાકેશ અસ્થાના સહિત સાત સભ્યોની મોનિટર તરીકે નિમણૂક કરી છે. જેમાં અમિતાભ અગ્નિહોત્રીને એન્વાયરમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ અને માનવ અધિકાર જેવી બાબતો પર ધ્યાન આપશે. જ્યારે સંજય અગ્રવાલ શિક્ષણ જેવી બાબતો પર ધ્યાન આપશે. મનોહર અગ્નાની પબ્લિક હેલ્થ, હેલ્થકેર અને હોસ્પિટલ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપશે.

રાકેશ અસ્થાના આતંકવાદ, કોમ્યુનલ રાયોટ્સ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપશે
રાકેશ અસ્થાના આતંકવાદ, કોમ્યુનલ રાયોટ્સ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપશે. આ સિવાય જ્યોત્સના સિત્લિંગ સ્કિલિંગ એન્ડ એમ્પલોયમેન્ટ તથા લાઈવલીહૂડ જેવા મુદ્દાઓ સંભાળશે. મુક્તેશ ચંદર સાયબર ક્રાઈમ અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા મુદ્દાઓ સંભાળશે. જ્યારે આર કે સામા પાણી, સેનિટાઈઝેશન જેવા મુદ્દાઓ પર ધ્યાન આપશે.

માનવ અધિકાર પંચમાં કેમ નિમણૂક થાય છે સ્પેશિયલ મોનિટરની
માનવ અધિકાર પંચમાં ચોક્કસ મુદ્દાઓ, માનવ અધિકારને લગતા કેસો અથવા તો પરિસ્થિતિની દેખરેખ તેમજ તપાસ કરવા માટે સ્પેશિયલ મોનિટરની નિમણૂક કરવામાં આવે છે. આ મોનિટર્સ માનવ અધિકારોના ઉલ્લંઘન, તે સંબંધિત કેસની દેખરેખ અને રિપોર્ટીંગ, કેસની તપાસ હાથ ધરવા અને ઉપચારાત્મક પગલાં ભરવા માટેની ભલામણો કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી સિંગાપોર પહોંચ્યા, બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે બેઠકો શરૂ કરી

Back to top button