ગુજરાતમનોરંજન

ગુજરાતના આંગણે પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડનું આયોજન, ગુજરાત માટે ગૌરવની વાત

ભારતના ફિલ્મજગતના પ્રતિષ્ઠિત એવોર્ડ – ફિલ્મફેર એવોર્ડ-2024 નું આયોજન ગુજરાતમાં કરવા અંગેના MoU ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને વર્લ્ડવાઈડ મિડીયા વચ્ચે સંપન્ન થયા.આ પ્રસંગે મંત્રીમંડળના મંત્રીઓ, ટાઈમ્સ ગ્રુપના અગ્રણીઓ, હિંદી ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિત રહ્યા.ગુજરાતના આંગણે પ્રથમવાર આ એવોર્ડનું આયોજન થાય એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે.

BJP Gujarat on Twitter: "ગુજરાતના આંગણે FILMFARE નું આયોજન ફિલ્મજગતના પ્રતિષ્ઠિત એવોર્ડ FILMFARE Awards 2024નું આયોજન ગુજરાતમાં કરવા અંગે આજે મુખ્યમંત્રી શ્રી ...

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માધ્યમથી ગુજરાત પોતાની ટુરિઝમ વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકે એ માટે આ MoU મહત્વપૂર્ણ માઈલસ્ટોન પૂરવાર થશે.ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થનારા 69મા ફિલ્મફેર એવોર્ડસ દ્વારા ગુજરાત દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે. 69માં ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે રાજ્ય સરકારના સાહસ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા.

ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્‍ડ, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે કહ્યું “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની સંકલ્પના આપી છે. ફિલ્મો પણ ભાષા અને પ્રાંતના સીમાડા વટાવી દેશના ખૂણે-ખૂણે પહોંચીને આ સંકલ્પના સાકાર કરે છે અને સાથોસાથ રોજગારીની અનેક તકોનું સર્જન પણ કરે છે.ગુજરાતમાં ફિલ્મ નિર્માણને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે સિનેમેટીક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકી છે. આ MoU ના પગલે ગુજરાતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ, ટુરિઝમ, હોસ્પિટાલીટી, ટ્રાન્સપોર્ટેશન સહિતના ક્ષેત્રોમાં રોજગારીના નવા અવસરો ઉભા થશે. વિકાસના મોડેલ તરીકે જાણીતું ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ માટે પણ જાણીતું બનશે. ગુજરાતના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોને અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં તેમજ “મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ” બનવાની દિશામાં આ MoU નવી દિશા ખોલશે.”

આ પણ વાંચો : તારક મહેતા કા ઉલટા ચશ્મા : દયા ભાભીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર,જાણો શું કહ્યું અંજલી અને તારકએ…..

Back to top button