કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ખેલ થઈ ગયો: રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા, વર-કન્યા તૈયાર હતા પણ આયોજકો ફરાર થઈ ગયા

Text To Speech

રાજકોટ, 22 ફેબ્રુઆરી 2025: રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આયોજીત એક સર્વજ્ઞાતિય સમૂહ લગ્નના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. નવી જિંદગીની શરુઆત કરવા જઈ રહેલા અને લાખો સપના સેવી રહેલા વર અને કન્યાને સપાના રોળાયા છે. વરઘોડીયા વાજતે ગાજતે પરણવા ઉત્સુક હતા, જાનૈયા પણ વટ પાડવા માટે તૈયાર હતા, તે જ સમયે જાણવા મળ્યું કે, આ સમૂહ લગ્નનું આયોજન કરનારા આયોજકો તો ફરાર થઈ ગયા છે. આ ઘટના જાણ્યા બાદ જાનૈયા અને વર કન્યાના મોઢા પડી ગયા હતા.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 દંપત્તિ લગ્નના તાંતણે બંધવાના હતા. જો કે પરણવા માટે તૈયાર થઈને આવેલા વર અને કન્યા જ્યારે માંડવે પહોંચ્યા તો કોઈ વ્યવસ્થા હતી નહીં. કન્યા પક્ષ અને વર પક્ષ બંને પાસેથી 15-15 હજાર રુપિયા ઉઘરાવી લીધા હોવાનો આરોપ છે. જેમાં તેમને રસીદ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગ માટે ડિસેમ્બર 2024માં બુકીંગ થયું હતું.ત્યારે હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. આ આયોજકોનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા છે.

આ ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક પોલીસ પણ આવી પહોંચી અને તપાસ શરુ કરી હતી. આ પ્રસંગ માટે જાન સવારમાં 4-6ના ગાળામાં 28 જાન આવી પહોંચી હતી.

આ પણ વાંચો: હું જાવ છું કહીને મોત વ્હાલું કરી લીધું, રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી બનેલી યુવતીએ આપઘાત કર્યો

Back to top button