GLS યુનિવર્સીટીની લૉ ફેકલ્ટીમાં સાંસ્કૃતિક ફેસ્ટનું આયોજન
- ફેકલ્ટી ઓફ લૉ, લાડ યુનિવર્સીટી દ્વારા સાંસ્કૃતિક ફેસ્ટનું આયોજન
- મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા
- પેઇન્ટિંગ, પોસ્ટર મેકિંગ, રંગોળી જેવી કોમ્પિટિશન
ફેકલ્ટી ઓફ લૉ, લાડ યુનિવર્સીટી દ્વારા 6 અને 7 ઓક્ટોબર, 2023ના રોજ સાંસ્કૃતિક ફેસ્ટ સપ્તરંગી-કલર્સ લીનીથ બ્લેક એન્ડ વ્હાઇટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ફેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સાંસ્કૃતિક ફેસ્ટમાં વિદ્યાર્થીઓએ પેઇન્ટિંગ, પોસ્ટર મેકિંગ, રંગોળી મેકિંગ તેમજ મહેંદી કોમ્પિટિશન જેવી આર્ટ ઇવેન્ટની શ્રેણીમાં ભાગ લીધો હતો. આ આર્ટ ઇવેન્ટના જજ તરીકે વિઝ્યુઅલ આર્ટિસ્ટ, રંગોળી આર્ટિસ્ટ, મહેંદી ડિઝાઇનર ઉપસ્થિત રહ્યા હતા. મ્યુઝિકલ ઇવેન્ટમાં ઇન્ડિયન વોકલ, વેસ્ટર્ન વોકલ, સુગમ ડ્યુએટ, પર્ક્યુસન અને નોન પર્ક્યુસન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડાન્સ ઇવેન્ટમાં ઇન્ડિયન ક્લાસિકલસ ફ્યુઝન, વેસ્ટર્ન ડાન્સ, ફોક ડાન્સ અને સેમી ક્લાસિકલ ડાન્સ ફોર્મનો સમાવેશ કરાયો હતો.
આ પણ વાંચોઃ Bigg Boss 17: આ વખતે અલગ અને ખાસ છે કોન્સેપ્ટ, જાણો શું છે નવુ?