અમરેલી જિલ્લાની મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરિરક્ષણની તાલીમનું આયોજન
- મહિલાઓને જામ, જેલી અથાણા, સોસ સહિતની બનાવટો તૈયાર કરવાની તાલીમ અપાશે
- મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરુપે મહિલાઓને અપાશે તાલીમ
- તાલીમમાં ભાગ લેવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે
અમરેલી જિલ્લા બાગાયત કચેરી, કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવે છે. વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરીક્ષિત કરી તેમાંથી મળતા ઉપયોગી પોષક તત્વો સહિતની વિવિધ જાણકારીઓ આપવા અંગે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવશે.
અમરેલીમાં બે અને પાંચ દિવસની તાલીમનું આયોજન
અમરેલી જિલ્લાની મહિલાઓ તેમજ તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહ ઉદ્યોગદ્વારા કેનિંગ (વસ્તુ સંગ્રહના ડબ્બાબંધી) કરી આર્થિક રીતે સ્વનિર્ભર બને તે ઉદ્દેશ્ય છે. મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરુપે ફળ તથા શાકભાજીનાં પરિરક્ષણ માટેની અમરેલી જિલ્લામાં બે અને પાંચ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવશે.
આ બનાવટો બનાવવાની તાલિમ અપાશે
જેમાં મહિલાઓને ફળ તેમજ શાકભાજીમાંથી બનતા વિવિધ શરબત, જામ, જેલી, કેચપ, સોસ, વિવિધ પ્રકારના અથાણા તેમજ મુરબ્બા, માર્માલેડ, નેકટર સહિતની વિવિધ બનાવટો બનાવવાની તાલીમ સાથે તાલીમના અંતે પ્રમાણપત્ર અને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે.
ભાગ લેવા ઓનલાઈન અરજી
આ તાલીમમાં સહભાગી થવા ઈચ્છુક હોય તેવા 18 થી 45 વર્ષની વય ધરાવતા મહિલાઓએ આઈ-ખેડૂત પોર્ટલ પર વેબસાઈટ I khedut.gujrat.gov.in પર આગામી તા.31 મે, 2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજીની નકલ સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ, રદ કરેલ ચેક , રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ સહિતના દસ્તાવેજોની નકલ સાથે જોડી, નાયબ બાગાયત નિયામક, બાગાયત કચેરી, ‘બાગાયત ભવન’ સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન નંબર 365601 ખાતે જમા કરાવવા. આ અંગે વધુ વિગતો માટે કચેરીના (02792) 223844 પર સંપર્ક કરવો, તેમ નાયબ બાગાયત નિયામકએ એક યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : આજથી રાજ્યની મધ્યાહન ભોજનની 31 નાયબ કલેકટરોની જગ્યા રદ