અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

અમદાવાદની એલજે યુનિવર્સિટીમાં કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન

  • એલજે યુનિવર્સિટીની વોલીબોલ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો
  • આ ટુર્નામેન્ટ ૩મે થી ૧૩મે સુધી રમાશે
  • પ્લેયર્સ માટે 8,000 થી માંડીને 58,000 સુધીની પ્રાઇઝ રાખવામાં આવી

અમદાવાદ, 2 મે, 2024, ગુજરાતમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે કોર્પોરેટ વોલીબોલ લીગ કહો કે ચેમ્પિયનશિપ કહો તેમ અમદાવાદમાં ઓલ ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનો પ્રારંભ 3 મે 2024 ના રોજ ન્યુ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિયરિંગ કોલેજ ખાતે થયો હતો. ઉદ્દઘાટન સમારંભમાં શહેરના ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટ ૩મે થી ૧૩મે સુધી રમાશે. તેને નિહાળવા માટે શહેરના નામાંકિત લોકો, બિઝનેસમેનો અને અગ્રણીઓ પણ આવશે. આ ટુર્નામેન્ટમાં એલજે યુનિવર્સિટીની વોલીબોલ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.

મેચનું આયોજન અને ટીમ વિશે જાણો
કોર્પોરેટ વોલીબોલ લીગમાં એલ જે ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના સ્ટુડન્ટ છે તેઓ દરેક ટીમમાં મેનેજર તરીકે કામગીરી કરી રહ્યા છે આ ટુર્નામેન્ટને સક્સેસ કરવા માટે એલ જે ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના સ્ટુડન્ટનું મહત્વનું યોગદાન છે. આ ઇવેન્ટમાં ગુજરાતમાંથી ૨૫૦ જેટલા પ્લેયારોનું સિલેક્સન માટે કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી ૧૧૫ જેટલા પ્લેયર્સનું આઠ અલગ અલગ ફ્રેન્ચાઇઓ દ્વારા ઓક્શન થકી સિલેકટ કરવામાં આવ્યા હતા. આ રીતે આ ઇવેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે. જેમાંથી દરેક ટીમે ૧૨ પ્લેયર્સ સિલેક્ટ કર્યા છે. ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 8 ટીમો છેઃ આજ ફાલ્કન્સ, એન જી સ્મેશર્સ, અમદાવાદ સ્ટનર્સ, બેન્ટલી શૂટર્સ, સ્વસ્તિક સ્ટોર્મર્સ, ORG ચેમ્પિયન્સ, અનુશ્રી ટાઇટન્સ અને રંગ બ્લાસ્ટર્સ. આ પ્લેયર્સ સિલેક્સન ૧૪ એપ્રિલે થયું હતું અને ઓક્શન ૨૧ એપ્રિલે હોટલ ક્રાઉન પ્લાઝામાં થયું હતું.

 

જાણો મેચમાં કેટલે સુધીની પ્રાઇઝ રાખવામાં આવી

આ મેચ દરરોજ સાંજે 4.00 થી ચાલુ થાય છે. ટુર્નામેન્ટ ૩ થી ૧૩ તારીખ સુધી રમાશે. આ વોલીબોલ ટુર્નામેન્ટમાં પ્લેયર્સ માટે 8,000 થી માંડીને 58,000 સુધીની પ્રાઇઝ રાખવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ મહત્ત્વની વાત એ છે કે, IPLની જેમ આ ટુર્નામેન્ટમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ખેલાડીઓને પૈસા આપીને રમવામાં બોલાવવામાં આવી રહ્યા છે.

volleyball- HDNews
volleyball- ફોટોઃ એલ.જે.યુનિવર્સિટી

 

કોર્પોરેટ વોલિબોલ ટૂર્નામેન્ટની શરૂઆત કેવી રીતે થઈ ?
આ લીગ વિશે કી પર્સને જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા ગુજરાત પોલીસ દ્વારા રિવરફ્રન્ટ પર એક ઈવેન્ટ કરવામાં આવી હતી તેના પરથી આ લીગનો વિચાર આવ્યો હતો. ટુર્નામેન્ટના કોઓર્ડિનેટર વિરલ શાહે માહિતી આપી કે, ગુજરાતમાં પહેલી એવી પ્રાઈવેટ ટુર્નામેન્ટસ છે  જેમાં રાજ્યનું સ્પોર્ટ્સ એસોસિયેશન અને દેશનું SAI એટલે કે (sports authority of India) પણ એક્ટિવલી પાર્ટ લઈ રહ્યું છે. શહેરમાં આ લીગ માટે ઈન્ટરનેશનલ લેવલની પેરાફ્લેક્સ (વોલિબોલ ગ્રાઉન્ડ) પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સફળ ત્રીજી લીગમાં નેશનલ લેવલના ખેલાડીઓએ પણ ભાગ લીધો છે. 15 ખેલાડીઓ ગુજરાતની બહારના છે.

આ પણ વાંચો..મહિલા હોકી ટીમમાં ફેરફારઃ ઝારખંડની આ ખેલાડીને બનાવવામાં આવી કેપ્ટન

Back to top button