મોરબીમાં મંજૂરી વગરના ઝૂલતા બ્રિજ ઉપર પાંચ દિવસ ટોળાં ફરતા રહ્યા હતા. અને મોરબી કલેક્ટર, પોલીસ ઊંઘતી રહી હતી. તથા 135 લોકોના મોત થતા જવાબદાર કંપનીએ પોલિટિકલ પાવર વાપરી પિતા-પુત્રને જવાબદાર ઠેરાવી આરોપી બનાવી દિધા છે. જેમાં મોરબીના ઝુલતા પુલની ભયાવહ હોનારત બાદ પોલીસની કાર્યવાહીથી સ્પષ્ટ થયુ છે.
આ પણ વાંચો: અમિત શાહ 4 દિવસ ગુજરાત પ્રવાસે, ભાજપ ઉમેદવારોના ધબકારા વધ્યા
મોટા માછલાને બચાવવા નાની માછલીઓ પકડાઇ
ઉલ્લેખનીય છે કે લોકાપર્ણ બાદ ઓરેવાના જયસુખ પટેલે મિડિયા સમક્ષ જિંદાલ કંપનીના ટેકનિશિયનોની એડવાઈઝ મુજબ કરોડોના ખર્ચે રિનોવેશનનો દાવો કર્યો હતો. હકીકતમાં ઓરેવા પાસે બાંધાકામ ક્ષેત્રનો કોઈ અનુભવ જ નથી. જયસુખ પટેલે પુલનું રિપેરીંગ ધ્રાંગધ્રામાં ઘરઘરાઉ ફેબ્રિકેશનનું કામ કરતા પ્રકાશ પંચાલ પાસે કરાવ્યુ હતુ તેવી વાત સામે આવી છે. પોલીસે ફેબ્રિકેશનવાળા પિતા- પુત્ર સહિત સામાન્ય માણસોને પકડી ઓરેવાના માલિકને ભૂગર્ભમાં ઉતરવા સંરક્ષણ પુરૂ પાડયુ છે. તેથી મોટા માછલાને બચાવવા નાની માછલીઓ પકડાઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી આવતા ફરી 12 IPSની બદલી, ઉષા રાડાને સાઇડ લાઇન કરાયા
પોલીસે જયસુખ પટેલને સેફ પેસેજ આપ્યો
પાંચ દિવસથી પુલ ઉપર ફરતા ટોળા, પ્રવાસીઓ, શહેરમાં આવેલા મહેમાનોના ધસારા સામે આ સરકાર, પાલિકામાં ચૂંટાયેલી પાંખ અને અફસરોને ઓરેવાના ટિકીટના વેપાર અને પ્રસિધ્ધી સામે આંખ બંધ કરી હોય તો પણ તેની જ પ્રાથમિક જવાબદારી બને છે. આમ છતાંયે, પોલીસે ઓરેવાના જયસુખ પટેલ સામે ફોજદારી ગુન્હો પણ નોંધ્યો નથી. ઉલ્ટાનું સામાન્ય ફેબ્રિકેશનવાળા, સિક્યુરિટી ગાર્ડ અને ટિકિટ બારીએ બેસતા કર્મચારીઓને આરોપી બનાવી તેમની ધરપકડ કરી એક રીતે જયસુખ પટેલને સેફ પેસેજ આપ્યો છે.