કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાની તપાસ ઓરેવા કંપનીએ પહોચી, અનેક દસ્તાવેજો કબ્જે કરાયા

Text To Speech

મોરબીમાં ઓરેવા ગ્રૂપને જે ઝૂલતા પુલની જવાબદારી આપવામાં આવી હતી તે પુલ તૂટી પડ્યો છે જેથી કરીને આ પુલનું મેનેજમેંટ અને મેંટેનસ કરનાર એજન્સી સામે ફરિયાદ નોંધાઈ છે અને તેના આધારે પોલીસ દ્વારા ઓરેવા ગ્રૂપના કર્મચારીને પકડવામાં આવેલ છે અને તેને સાથે રાખીને ઓરેવા કંપની ખાતે તપાસ કરવામાં આવી હતી અને પુલ માટે પાલિકા સાથે કરવામાં આવેલા કરારના મહત્વના દસ્તાવેજી પુરાવા ત્યાંથી કબજે કરવામાં આવેલ છે તેવું જાણવા મળી રહયું છે.

Morbi Accident Aropi Hum Dekhenege
Morbi Accident Aropi Hum Dekhenege

કુલ નવ આરોપીઓની ધરપકડ, ચાર રીમાન્ડ ઉપર

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થયેલ છે અને આ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર ગણવામાં આવતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલના નામનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી અને હજુ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો કે, જે ફરિયાદ નોંધાઈ છે તેના આધારે ઓરેવા ગ્રૂપના કર્મચારીઓને પકડવામાં આવેલ છે અને કામ કરનારા એજન્સીના માણસોને પણ પકડવામાં આવેલ છે દરમ્યાન જે ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે તે પૈકીનાં દીપકભાઈ પારેખને સાથે રાખીને તપાસનીશ અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ તપાસ માટે દીપકભાઈને સાથે રાખીને અધિકારી ઓરેવા કંપનીએ પહોચ્યા હતા અને ત્યાંથી મોરબી પાલિકા સાથે કરવામાં આવેલ કરારના મહત્વના દસ્તાવેજી પુરાવા પોલીસે કબ્જે કરેલ છે તેવી માહિતી અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

Zulto Pool Morbi
Zulto Pool Morbi
Back to top button