જૈનોનો પવિત્ર પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ 24થી 31 ઓગસ્ટ દરમિયાન કતલખાના બંધ રાખવાનો હુકમ કર્યો છે. તો આ હુકમને એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પર્યુષણને લઈને 18 ઓગસ્ટે AMCએ શહેરમાં કતલખાના બંધ રાખવા માટે જે હુકમ કર્યો છે. તે 2 લોકોએ કરેલી અરજીઓને ધ્યાનમાં રાખીને કર્યો છે. હુકમ મૂળભૂત હકોનો ભંગ અરજદારે રજૂઆત કરી હતી કે, અમદાવાદમાં એક કતલખાનુ આવેલું છે, જેને પર્યુષણ પર્વ દરમિયાન બંધ કરવાના હુકમથી લોકોના મૂળભૂત હકોનો ભંગ થાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, HCએ રિલાયન્સ ગૃપને આપી મોટી રાહત
અરજદારના વકીલે ભૂતકાળમાં એક અરજીની સુનાવણી દરમિયાન જે થયું હતું. તેને રજૂ કરતા કહ્યું હતું કે, હાઈકોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, સરકાર લોકોની ખાવાની આદત પર રોક લગાવી શકે નહીં, જેથી આ પ્રકારના હુકમને રદ કરવો જોઈએ.અરજદારે માગ્યો સમય અરજદારે આ બાબતને અનુલક્ષીને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કરવા સમય માગ્યો હતો, જે વાતને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે. તો હવે આ કેસની વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.