ગુજરાતટોપ ન્યૂઝ

કાતિલ ઠંડીમાં સ્કુલના સમયમાં 30 મિનીટનો ફેરફાર કરવા આદેશ

રાજકોટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવતા સ્કુલના સમયમાં થોડાઘણા અંશે રાહત આપવાનો નિર્ણય લીધો છે. ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લામાં આવેલ તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યોને સ્કુલના સમયમાં 30 મિનીટ ફેરફાર કરવાની છુટ આપી છે. જોકે, સ્કુલો તરફથી હજુ સુધી આ બાબત પર કોઈ પણ પ્રકારના માહિતી આપવામાં આવી નથી. પરંતુ ઉપરોક્ત પરિપત્ર બાદ ટુંક સમયમાં જ સ્કુલના આચાર્યો ઉપરોક્ત પરિપત્રના અનુસંધાને નિર્ણય લઇને સ્કુલનો સવારનો સમય અડધો કલાક મોડો કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત બાળકોના ડ્રેસકોડ પ્રમાણે જે ગરમ કપડા પહેરા ફરજિયાત છે તેમાં પણ છુટછાટ આપીમાં આવી છે. ઠંડીના સમયમાં બાળકો સ્કૂલ ડ્રેસ ઉપરાંત અન્ય પોતાને અનુકુળ ગરમ કપડા પહેરવાની છુટ આપવામાં આવી છે. આ પ્રકારે ગરમ કપડા પહેરીને શાળાએ આવતા બાળકોને સ્કુલમાં પ્રવેશ આપવા માટે પણ જણાવામાં આવ્યુ છે.

સ્કુલ સમય - Humdekhengenews

ગાંધીનગરમાં કાતિલ ઠંડીના પગલે સવારની સ્કુલના સમયમાં ફેરફાર કરવાની ઉઠેલી માંગ બાદ જિલ્લા શિક્ષણાધિકાર દ્વારા શાળાના સમયમાં 30 મિનીટનો ફેરફાર કરવા માટે આદેશ અપાયો છે. જેનો અમલ ટુંક સમયમાં જ શાળાના સંચાલકો દ્વારા કરાશે. આ ઉપરાંત બાળકોને સ્કૂલ ડ્રેસ ઉપરાંત અન્ય પોતાને અનુકુળ ગરમ કપડા પહેરવાની પણ છુટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીનો પારો ગબડયો છે.

આ પણ વાંચો : હવે ગુજરાતમાં MBBSનું ભણતર ગુજરાતીમાં ભણાવાશે, જાણો શું કરી સરકારે જાહેરાત

આ મામલે છેલ્લા કેટલાક સમયથી વાલીઓ દ્વારા સવારની શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ ઉઠી હતી. પરંતુ, હાડ થીજાવતી ઠંડી પડતી હોવા છતા આ મામલે કોઇ યોગ્ય નિર્ણય લેવામાં ન આવ્યો હતો. દરમિયાન રાજકોટમાં એક સ્કુલની બાળાનું ઠંડીથી મોત થતા તંત્ર હરકતમાં આવ્યુ. ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. ગુજરાતમાં નલિયા બાદ ગાંધીનગરનો સૌથી ઠંડા શહેરમાં સામેલ છે. મોટાભાગની ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓનો સવારનો સમય છે. સવારે સમયસર શાળાએ પહોંચવા માટે બાળકોને વહેલી સવારે સાડા પાંચ થી છ કલાકે ઉઠીને સ્કુલવાન અને રીક્ષામાં સ્કૂલ માટે રવાના કરવામાં આવે છે. જેથી બાળકો સમયસર સ્કૂલે પહોંચે કારણ કે ઘરેથી નીકળ્યા બાદ મોટાભાગે સ્કુલે પહોંચતા એક કલાક જેટલો સમય લાગે છે. માટે આ સમય દરમિયાન બાળકો ઠંઠીમાં ઠુઠવાઈ. એટલુ જ નહી, સ્કૂલ ડ્રેસકોડના કારણે બાળકો સ્કૂલના ગરમ કપડા ઉપરાંત પોતાની પસંદગીના ગરમ કપડા પણ પહેરી શકતા નથી. માટે રાજકોટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવતા સ્કુલના સમયમાં થોડાઘણા અંશે રાહત આપવાનો નિર્ણય લીધો છે.

Back to top button